લીમખેડાના શાષ્ટા ગામે બપોરના સમયે ખેતરમાં વાવેલ તુવેર કાપવા આવેલ ઈસમોને રોકવાના મામલે તકરાર થઈ હતી.આ ઝઘડામાં પથ્થરમારો કરી એક શેડને આગ ચાંપી તેની બાજુમાં બનાવેલા છાપરાની તોડફોડ કરી નુકશાન પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
પરિવાર ખેતરમા જ બેઠો હતો
શાષ્ટા ગામના ચારેલ ફળિયામાં રહેતા 50 વર્ષીય સોંમાભાઈ સબુરભાઈ ચારેલ તથા તેમના પરિવારજનો પોતાના ખેતરમાં બનાવેલા શેડ નીચે બેઠા હતા. તે વખતે તેમના ગામના ડાંગી કુટુંબના રસુલભાઈ મડીયાભાઈ, મહેશભાઈ મડીયાભાઈ, ચીમનભાઈ સબુરભાઈ તથા વિનોદભાઈ કુરબાનભાઈ વગેરે સોમાભાઈ ચારેલના ખેતરમાં વાવેલા તુવેર કાપવા આવતા સોમાભાઈ ચારેલે તેઓને તુવેર કાપવાની ના પાડી હતી.
પથ્થરો વાગતાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
જેથી ચારે જણા ઉશ્કેરાયા હતા અને બેફામ ગાળો બોલી છુટ્ટા પથ્થરો મારી અલ્કેશભાઈને ડાબા પગે તથા સોમાભાઈ ચારેલનો શેડે આગ ચાંપી સળગાવી દઈ તથા તેની બાજુમાં સીમેન્ટની થાંભલીઓ પર પતરા નાંખી બનાવેલુ છાપરૂ તોડી નાંખી નુકશાન પહોંચાડ્યું હતું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
ચાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો
આ સંબંધે શાષ્ટા ગામના ચારેલ ફળિયામાં રહેતા સોમાભાઈ સબુરભાઈ ચારેલે નોંધાવેલ ફરપિયાદને આધારે લીમખેડા પોલીસે શાષ્ટા ગામનાં ડાંગી કુટુંબના રસુલભાઈ મડીયાભાઈ, મહેશભાઈ મડીયાભાઈ, ચીમનભાઈ સબુરભાઈ તથા વિનોધભાઈ કુરબાનભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.