તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:​​​​​​​દાહોદના સંજેલીમાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનોને સીલ કરવામાં આવી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોર બાદ પણ દુકાનો ખુલ્લી રખાતા કાર્યવાહી થઇ

દાહોદના સંજેલીમાં બે દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બપોરે દુકાનો ખુલ્લી રાખતા સીલ મારવામાં આવ્યા છે.

સંજેલી તાલુકામાં પણ કોરોના કેસોમાં વધારો થતા વેપારી વર્ગ તેમજ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી. જેમા ધંધા વેપાર કરવાના સમય નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે વેપારીઓ દ્વારા સવારથી બપોરના 12 સુધી જ વેપાર ધંધો કરવાનો રહેશે. તેમ જ બપોર બાદ તમામ વેપાર ધંધો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.

ત્યારે આજરોજ સંજેલીમાં બે દુકાનદારો જેમાં એક કરિયાણાની દુકાન અને અન્ય બીજી એક દરજીની દુકાનના માલિક દ્વારા ધંધો વેપાર બંધ કરવાના સમયે પૂર્ણ થયા બાદ પણ ખુલ્લી રાખવામાં આવી હતી. ત્યારે મામલતદાર કચેરીના અધિકારી સુજલ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા જાહેરનામાના ભંગ કરતા જણાઈ આવતા દુકાનોને સિલ મારી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...