ભાસ્કર વિશેષ:સંજેલી ગ્રામ પંચાયતમાં દબાણો દૂર કરવા માટે ઠરાવ છતાં પણ નાણાં ભરવા માટે ગલ્લાંતલ્લાં

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ અગાઉ પંચાયત સહિતના શોપિંગ સેન્ટરો તોડી દબાણ ખુલ્લું કરાયું હતું

સંજેલી તાલુકામાં મુખ્ય માર્ગ સહિત ગળીઓમાં જૂના બસ સ્ટેશન ગ્રામપંચાયત અને સબ્જી માર્કેટ સહિત વિસ્તારોમાં મોટાપાયે દબાણો જોવા મળી રહ્યા છે.સાથે સાથે રસ્તાઓ ઉપર ગટરના પાણી પણ ફરતા જોવા મળી રહ્યાં છે.હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંજેલી ખાતે મુખ્ય માર્ગ સહિતના લગભગ સાત જેટલા રસ્તાઓ ગટર સાથે મંજુર થયા છે.પરંતુ ઠેર ઠેર દબાણને કારણે વાહનચાલકો સહિત સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યાં છે.

હાલ ચાલી ફળિયા વિસ્તારમાં નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ મોટાપાયે દબાણને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા વાંકીચુકી સાપોલિયાની જેમ ગટરની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી.જેને લઇ સ્થાનિક આગેવાન દ્વારા દબાણો દૂર કરી ગટર અને રસ્તાની કામગીરી કરવા માટે તાલુકા સહિત જિલ્લા કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.જેથી તાલુકા અને જિલ્લા અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને રસ્તાની કામગીરી બંધ કરાવી છે.

હાલ આ વિસ્તારમાં કામગીરી બંધ હોવાને કારણે ઠેર ઠેર ગટરના પાણી ઉભરાઈ જતાં મચ્છરજન્ય રોગો તેમજ લોકોને અવરજવર માટે ભારે હાલાકી વેઠવી પડે છે. ત્રણ વર્ષ અગાઉ સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતનું શોપિંગ સેન્ટર સહિતના 700 જેટલા વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જે બાદ પંચાયત તંત્રની બેદરકારીને કારણે હાલ ફરી જાહેર માર્ગો સહિત ઠેર ઠેર દબાણો કાચા પાકા બની જતાં સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ચર્ચા વિચારણા કરવામાં આવશે
પંચાયત વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે ઠરાવ કર્યો છે પરંતુ ગ્રામજનો સાથે દબાણ દુર કરવા બાબતે ચર્ચા વિચારણા કરશે હવે નાણા ભરી દઈ અને દબાણો દુર કરવામાં આવશે. - મનાભાઇ ચારેલ , સરપંચ

બે દિવસમાં ગ્રામજનો સાથે ચર્ચા કરાશે
બે દિવસમાં મામલતદાર ટીડીઓ અને તાલુકાની ટીમ આ વિસ્તારની મુલાકાત લઈ અને ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - સુરેશ ગાંવિત, તાલુકા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...