સૂર્યના ઉતરાયણ થવાનો તહેવાર મકર સંક્રાંતિ આ વખતે ધાર્મિક દ્રષ્ટિએ 15 જાન્યુઆરી રવિવારે છે. જોકે, ઉતરાયણનો પર્વ 14 જાન્યુઆરી એ જ મનાવાય તેવા ટ્રેન્ડને કારણે દાહોદ જિલ્લામાં લોકો શનિવારના રોજ જ ઉતરાયણની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરશે. જોકે, 15મી તારીખના રોજ રવિવાર હોવાથી પર્વનો ઉત્સાહ બેડવાયો છે. સૂર્યનો મકર રાશીમાં પ્રવેશ 14 જાન્યુઆરીની રાત્રે 8.50 વાગ્યે થવાથી પર્વની તારીખ બીજા દિવસ ઉપર ઠેલાઇ છે. ધર્મશાશ્ત્રો મુજબ 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પુષ્પ કાળ રહેશે.
રવિવારે સૂર્ય મકર સંક્રાંતિના પૂણ્ય કાળનો વિશેષ લાભ આપશે. આ સાથે જ શુભ કાર્યોની પણ શરૂઆત થઇ જશે. દાહોદના નાગેશ્વર મહાદેવ મંદીરના પંડિત વીજય વ્યાસ મુજબ સંક્રાંતિ 14 જાન્યુઆરી રાત્રે થવાને કારણે 2019 અને 2020માં પણ 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવાઇ હતી. 2024માં પણ 15 જાન્યુઆરીએ જ પર્વની ઉજવણી કરાશે. ત્યાર બાદ 2027માં પણ 15 જાન્યુઆરીએ જ આ પર્વ ઉજવવામાં આવશે.
શનિવારના રોજ દાહોદ શહેર સહિત જિલ્લાનું વાતાવરણ ઓ કાટ્ટા, ઓ કાટ્ટાના નારાઓથી ગુંજાયમાન થઇ ઉઠશે. પતંગોથી દાહોદનું આકાશ રંગબેરંગી જોવા મળશે. આખો દિવસ ધાબાઓ ઉપર ગીતોની રમઝટ સાથે લોકો સહપરિવાર ઉત્સાહ સાથે પર્વની મજા સાથે જલેબી, ઉંધિયુ,લીલવાની કચોરી અને ફાફડાની પણ જયાફત માણશે. બીજે દિવસે રવિવારની રજા હોવાથી ઉતરાયણ પર્વનો ઉત્સાહ બેડવાયો છે.
80થી 100 વર્ષમાં પર્વ 1 દિવસ આગળ વધે છે
મકર સંક્રાંતિ પર્વ 80થી 100 વર્ષમાં એક દિવસ આગળ વધી જાય છે. 19મી સદીમાં મકર સંક્રાંતિનું પર્વ 13 અને14 જાન્યુઆરીએ ઉજવવાાં આવતુ હતું. 2080થી સંક્રાંતિ 15 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિ પર્વમાં ચોખા, કાળા તલ, તામ્ર કળશ વિગેરે દાન કરવાથી સમૃદ્ધિ આવે છે.
ગત 5 વર્ષમાં સંક્રાંતિ પર્વ
2018-14 જાન્યુ.
2019-15 જાન્યુ.
2020-15 જાન્યુ.
2021-14 જાન્યુ.
2022-14 જાન્યુ.
2024-15 જાન્યુ
2025-14 જાન્યુ
2026-14 જાન્યુ
2027-15 જાન્યુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.