ધમકી:રળીયાતીભુરામાં ઘર આગળથી નીકળવા મામલે 1ને મારી નાખવાની ધમકી અપાઇ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘અમારા ઘર આગળથી કેમ નીકળે છે’ કહી માર માર્યો : પિતા-બે પુત્રો સામે ગુનો

રળીયાતી ભુરાના વિજયભાઇ વીરસીંગભાઇ ડામોર ગત રોજ બપોરે શાળા પર જવા માટે ઘરેથી મોટર સાયકલ લઇને નિકળ્યા હતા. ત્યારે કુટુંબી તુરસીંગભાઇ નારસીંગભાઇ ડામોરના ઘર આગળથી બાઇક લઇને નીકળતાં તુરસીંગભાએ ‘તુ મારા આંગણામાંથી કેમ નીકળે છે’ કહેતા, વિજયભાઇએ જણાવેલ કે ‘આ રસ્તો સરકારી છે તુ મને ના કેમ પાડે છે’ તેમ કહી તેની નજીક જતાં એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ‘તુ મારા મંડપના ધંધામાં કેમ નડે છે આજે તો તને જીવતો નહી જવા દઇએ’ તેમ કહી વિજયને તમાચા ઝીંકી શર્ટના કોલર પકડી તુરસીંગભાઇ તથા તેના છોકરા હરેશ અને નરેશ એમ ત્રણેએ વિજયને ખેંચી જમીન પર પાડી દીધા હતા.

આ દરમિયાન વિજયભાઇએ બૂમાબૂમ કરતાં તેમના ભાઇ શૈલેષ દોડી આવતાં હુમલાખોરો મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ સંદર્ભે હુમલાખોર પિતા અને બે પુત્રો સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...