• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Pethapur, Six People, Including A Son in law, Went To Their Father in law's House And Started Shouting And Beating Their Mother in law And Brother in law.

હુમલાખોર જમાઇ:​​​​​​​પેથાપુરમાં જમાઇ સહિત છ લોકોએ સસરાના ઘરે જઇને ધિંગાણુ મચાવ્યું, ગાળાગાળી કરી સાસુ અને સાળાને માર મારતાં ફરિયાદ

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસરાએ જમાઇ સહિત છ લોકો સામે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામના રસીકભાઇ મગનભાઇ ભાભોર તથા તેમના પત્ની ભાવનાબેન અને તેમના છોકરા રાજીવ અને જીગર ઘરે હતા. તે દરમિયાન તેમના જમાઇ મિતેષ સુકાભાઇ ડામોર તથા હિતેશ સુકાભાઇ ડામો, શૈલેષ સુકાભાઇ ડામોર, સંદેશ સુકાભાઇ ડામોર, સોહિત રામસીંગ સંગાડા તથા તેમની સાથે બીજા માણસો રસીકભાઇના ઘરે આવ્યા હતા. તેમજ જમાઇ મિતેષ તથા હિતેશ "શીતલને કેમ મોકલતા નથી બહાર કાઢો આજે તો તેને લઇને જવાની છે" એમ કહેવા લાગ્યા હતા.

જેથી રાજીવે "જીગરના લગ્ન પત્યા બાદ આ બાબતે ચર્ચા કરીશું તેમ છતાં અત્યારે કેમ આવ્યા છો અને માથાકુટ કરો છો" તેમ કહેતાં જમાઇ સહિતના લોકોએ ઉશ્કેરાઇ જઇ ધક્કા-મુક્કી કરી રસીકભાઇ મગનભાઇ ભાભોર સાથે જમાઇ મિતેશ તથા હિતેશે ગાળાગાળી કરી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન રસીકભાઇનો છોકરો જીગર વચ્ચે પડતા તેને પણ માર મારવા લાગ્યા હતા.

આ દરમિયાન રસીકભાઇના પત્ની તથા છોકરો રાજીવ છોડાવવા વચ્ચે પડતાં રાજીવની ગરદન પકડી માર માર્યો હતો. જ્યારે ભાવનાબેનને ધક્કો મારી નીચે પાડી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત રાજીવ તથા ભાવનાબેનને સારવાર માટે લીમડી સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ સંદર્ભે રસીકભાઇ મગનભાઇ ભાભોરે જમાઇ મિતેશ સુકાભાઇ ડામોર સહિત છ લોકો સામે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...