આપઘાત:પરથમપુરામાં ત્રાહિત વ્યક્તિના ત્રાસથી મહિલાએ ફાંસો ખાધો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જમીન મારી છે કહી અવારનવાર રમેશ ભુરિયા ઝઘડો તકરાર કરતો હતો
  • લીમડી પોલીસમાં ત્રાહિત વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

ઝાલોદ તાલુકાના પરથમપુરમાં ઘર બનાવવાના મુદ્દે એક વ્યક્તિએ ગામની મહિલાને ઝઘડો કરી મારમારી કરી તેમજ પોલીસ ફરિયાદ કરી ત્રાસ આપતા અવાર નવારના આ ત્રાસથી કંટાળેલી મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઝાલોદ તાલુકાના પરથમપુર ગામના નિર્મળાબેન નામની મહિલાનું જૂનું મકાન પડી જાય તેવું હોઈ નવુ મકાન બનાવવા માટે તૈયારીઓ કરતા ગામના નિશાળ ફળિયામાં રહેતો ત્રાહિત વ્યક્તિ રમેશ હવસીંગ ભુરીયાએ આ જમીન મારી છે તમારે અહીંયા ઘર બનાવવાનું નહી અને તમે તમારી જમીનમાં ઘર બનાવો તેમ કહી અવાર નવાર બોલાચાલી ઝઘડા કરી નિર્મળાબેનને ત્રાસ આપતો હતો. અને તા.10 એપ્રિલના રોજ ૨મેશે ઝઘડો કરી મારમારી ૨મેશભાઈએ સામી ફરિયાદ કરી નિર્મલાબેન, તેના પતિ, તથા વહુનુ નામ લખાવ્યું હતું.

જેથી નિર્મલાબેનને ચિંતા થતાં આપણું ઘર નહી બનાવવા દેવા માટે ૨મેશ હવસીંગ ભુરીયા ઝઘડો કરી ત્રાસ આપતો હોઈ તેમજ આટલી ઉંમર જેલમાં જવાનું અને એકના એક છોકરાનું ઘરનું ઠેકાણું પાડવા દેતો ન હોવાથી ત્રાસથી કંટાળી નિર્મળાબેને ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે વીરસીંગભાઇ રૂપાભાઇ હઠીલાની ફરિયાદના આધારે લીમડી પોલીસે ૨મેશ હવસીંગ ભુરીયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...