તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:દાહોદ જિલ્લામાં નવેમ્બરમાં જ 403 નવા કેસ નોંધાયા

દાહોદ5 મહિનો પહેલાલેખક: સચિન દેસાઈ
 • કૉપી લિંક
 • 2292 સંક્રમિતોમાંથી 2026ને ડિસ્ચાર્જ કર્યા
 • ઓક્ટો.માં 207 અને ઓગસ્ટમાં 590 કેસ

દાહોદ જિલ્લામાં 8 એપ્રિલે પ્રથમ કેસ નોંધાયા બાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2292 કેસ નોંધાઈ ચૂક્યા છે. માત્ર નવેમ્બર મહિનામાં જ દાહોદ જિલ્લામાં નવા 403 કોરોના સંક્રમિત નોંધાયા હતા. નવેમ્બર માસના 30 દિવસમાં દાહોદ જિલ્લામાં દરરોજની 13ની સરેરાશ મુજબ નવા 403 પોઝિટિવ દર્દીઓ નોંધાતા જિલ્લામાં પુન: એકવાર ગત જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ માસમાં‌ હતું તેવું ભયજનક વાતાવરણ થઈ જવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 14/11/2020ના રોજ સૌથી ઓછા માત્ર 2 જ દર્દીઓ નોંધાયા હતા. તો તેના ચાર દિવસ બાદ તારીખ 18/11/2020ના રોજ સમગ્ર માસના સૌથી વધુ એકસાથે 35 નવા દર્દીઓ નોંધાયા હતા. દાહોદમાં અત્યાર સુધીમાં કુલ 2292 સંક્રમિતોમાંથી 2026ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે તો કુલ મળીને 85 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં ડિસેમ્બરના પ્રથમ પાંચ જ દિવસમાં દાહોદ જિલ્લામાં 86 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે.

નવેમ્બરના અંતિમ 10 દિવસમાં 193 દર્દીઓ
નવેમ્બરની તારીખ 1થી 10 દરમિયાનના 10 દિવસમાં 76, તારીખ 11થી 20 દરમિયાન 134 અને તારીખ 21થી 30 નવેમ્બરના અંતિમ 10 દિવસમાં જ દૈનિક 20ની સરેરાશથી આ આંક 193 થવા પામ્યો હતો. આમ, નવેમ્બરના એક જ માસમાં જિલ્લામાં કુલ 403 કેસ નોંધાયા છે.

કયા મહિનામાં કેટલા કેસ નોંધાયા?

 • એપ્રિલ - 4
 • મે - 30
 • જૂન - 20
 • જુલાઈ - 515
 • ઓગષ્ટ - 590
 • સપ્ટેમ્બર - 437
 • ઓક્ટોબર - 207
 • નવેમ્બર - 403

શનિવારે માસ્ક વિનાના 30 ઝડપાયા
દાહોદમાં દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત શનિવારે બસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ હાથ ધરીને માસ્ક વિના ફરતા લોકોને પકડીને ઉપર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. માસ્ક વિના ફરતા 30 લોકોને ઝડપીને સ્થળ ઉપર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો. ઝડપાયેલા 30ના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો