વીજળી વેરણ બની:ગરબાડાના નઢેલાવમાં યુવક ખેતરમાં મકાઈ ડોડા તોડવા ગયોને વીજળી ભરખી ગઈ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 વર્ષના નવયુવાનના આકસ્મિક મોતથી પરિવારમા શોક છવાયો

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખેતરમાં એક 23 વર્ષીય યુવક મકાઈના દોડા તોડવા ગયો હતો.તે વેળાએ જ તેની પર વીજળી પડતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
ગુજરાતમાં ચોમાસુ છેલ્લા તબબકામાં ચાલી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદી માહોલ બાદ ઉઘાડ નીકળતા સોં કોઈએ રાહત લીધી હતી. જોકે ગઈકાલથી પુનઃ વરસાદી માહોલ જામતાં દાહોદ જિલ્લામાં કાળા ડીબાંગ વાદળોએ જમાવટ કરી છે.રવિવારે સવારે વીજળીના કડાકા સાથે દાહોદ શહેર સહિત જિલ્લામા વરસાદ શરુ થયો હતો.ત્યારબાદ આખોયે દિવસ વાદળછાયા વાતાવરણ યથાવત રહ્યુ હતુ.

આજની સવાર જીવનની છેલ્લી સવાર થઈ ગઈ
ત્યારે આજરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળીયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારના 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં ખેતરમાં મકાઈના દોડા લેવા ગયા હતા. તે સમયે તેમના પર એકાએક આકાશી વીજળી પડી હતી.જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે નરેશભાઈ ભાભોર ના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. બનાવની ગરબાડા પોલીસને કરતા ગરબાડા પોલીસે મૃતકના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સી.આર.પી.સી 174 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...