વિવાદ:મોટીખરજ ગામમાં ભત્રીજો છોકરી ભગાડી જતાં કાકા પર કુહાડીથી હુમલો કરી ધમકી

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિકાલ નહીં આવે ત્યાં સુધી મકાનનું કામ ચાલુ ન કરવા ધમકી અપાઇ

દાહોદ તાલુકાના મોટીખરજ ગામના માળ ફળિયામાં રહેતા સુનિતાબેન વિનોદભાઇ ભુરીયાના જેઠ ગમેશભાઇનો છોકરો ગોવિંદ ગામના પરસુભાઇ ડામોરની છોકરીને લઇને ભાગી ગયો હતો. જે બાબતે ગામમાં સામાજીક પંચાણુ ભેગુ કર્યુ હતું.

જેમાં છોકરીના પિતાએ દંડ પેટે વધારે રૂપિયાની માંગણી કરતાં છોકરા પક્ષે વ્યહારીક રીતે દંડ આપવાની વાત કરતાં છોકરીના પિતાએ લેવાની ના પાડતાં પંચ વિખેરાઇ ગઇ હતી. ત્યાર બાદ સુનિતાબેન અને તેમના પતિ વિનોદભાઇ તેમના ઘરે મકાનનું કામ ચાલતુ હતું ત્યાં હાજર હતા.

તે દરમિયાન ગામના નરેશભાઇ ડામોર, ધુળીયાભાઇ ડામોર તથા ભગાભાઇ ડામોર ઘરે આવી બિભત્સ ગાળો બોલી વિનોદભાને કહેવા લાગેલ કે તારો ભત્રીજો ગોવિંદ અમારી છોકરી લઇને ભાગી ગયો છે જેથી જ્યાં સુધી તેનો નિકાલ નહીં આવે ત્યા સુધી તારે મકાનું કામ ચાલુ કરવાનું નથી અને ચાલુ કરશો તો તમારા ઘરો વાળી નાખીશું.

જેથી વિનોદભાઇએ તમે વધારે રૂપિયાની માંગણી કરો છો જણાવતાં ત્રણેય જણા ઉશ્કેરાઇ ગયા હતા અને નરેશ ડામોરે કુહાડી મારતા વિનોદભાઇને ડાબી આંખના નીચે ચામડી ફાટી લોહી કાઢી નાખ્યું હતું. જ્યારે બાકીના બેએ ગડદાપાટુનો માર માર્યો હતો.

આ દરમિયાન ગાના માણસો ભેગા થઇ જતાં હુમલાખોરો જાનતી મારી નાખવાની ધમકી આપતાં ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત વિનોદભાઇને સરકારી દવાખાને ે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...