દાહોદનાં મીરાખેડી ખાતે રૂ. 2.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસેવામાં સમર્પિત કરશે. અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ સાથેના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લાની આરોગ્ય સેવાઓમાં વધુ સુદ્રઢ બનશે.
મીરાખેડી ખાતે તૈયાર કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ રૂમ, કંમ્પાઉન્ડ વોલ, આરસીસી રોડ તેમજ મોટર સાથેના બોરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ મહામારીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા 33 સેન્ટ્રલ ઓક્સિજન લાઇન પણ નાંખવામાં આવી છે. જેથી કરીને દર્દીઓને આરોગ્ય કેન્દ્ર ખાતે જ ઓક્સિજન સહિતની તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહે. ભારત સરકાર દ્રારા પીએમ કેર્સ તથા ઇસીઆરપી હેઠળ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા સબ ડિસ્ટ્રીક હોસ્પિટલોને કુલ મળીને 270 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફાળવામાં આવ્યા છે. જે કોરોનાની વિકટ સ્થિતિમાં ખૂબ જ ઉપયોગી થઇ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.