કાર્યવાહી:મંડાવાવમાં આડા સંબંધનો વહેમ રાખી ત્રાસ આપતાં પરિણીતાનો ગળાફાંસો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વસ્તારમાં સંતાન હોવાથી અવાર નવાર મેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતો હતો
  • આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

મંડાવાવની 23 વર્ષિય પરિણીએ પતિ દ્વારા આડા આડા સંબંધ હોવાનો આશંકા રાખી તેમજ છોકરા ન હોવા સંબંધે અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિત ત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરણ કરતાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. આ સંદર્ભે તાલુકા પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ તાલુકાના મંડાવાવ ગામની 23 વર્ષિય પરિણીતાને તેના પતિ વિશાલભાઇ રામસિંગભાઇ માવી દ્વારા પરિણીતાના અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી તેમજ પરિણીતાને કોઇ સંતાન હોવાના કારણે અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. તેમજ અવાર નવાર પરિણીતાને મરવા માટે મજબુર કરી દુષ્પ્રેરણ કરતો હતો.

જેથી આ બાબતે પરિણીતાને મનમાં લાગી આવતાં તા.3 જૂનના રોજ બપોરે ઘરમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી મૃતદેહને કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો હતો. આ સંદર્ભે રૂપલીબેન સરદારભાઇ ભાભોરની ફરિયાદના આધારે પરિણીતાના પતિ વિશાલભાઇ રામસિંગભાઇ માવી વિરૂદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...