• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Mahunala, 18 People, Including A Young Man And His Father, Were Abducted On The Pretext Of Breaking Up An Engagement.

મારી નાખવાની ધમકી:મહુનાળામાં સગાઇ તોડવાની અદાવતે ઘરે હુમલો કરી યુવતીનું અપહરણ, યુવક તથા તેના પિતા સહિત 18 લોકો સામે ગુનો દાખલ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુનાળામાં યુવતીએ સગાઇ તોડી નાખતાં તેની અદાવત રાખી કણઝર ગામના યુવક તથા તેના પિતા સહિત 18 લોકોએ મારક હથિયારો સાથે યુવતીને ઘરે આવી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવકની પત્ની બનાવવા માટે અપહરણ કરી ગયા હતા.

મહુનાળાની 18 વર્ષ 11 માસની ઉમરની યુવતીની સગાઇ કણઝર ગામના પંકજ નગરા મીનામા સાથે થઇ હતી. જે સગાઇ યુવતીએ તોડી નાખતાં અદાવત રાખી તા.16 એપ્રિલે બપોરના 2.30 વાગ્યાના અરસામાં પંકજ નગરા મીનામા, નગરા દીપા મીનામા, દીપા લાલા મીનામા, જાનુ નરીયા મીનામા, રેવા નરીયા મીનામા, જેકન રેવા મીનામા, ગોપસીંગ રાધા મીનામા તથા સુરતન લાલા મીનામા તથા અન્ય 10 જેટલા લોકો એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી યુવતીને ઘરે જઇ યુવતી તેમજ તેના પરિવાર સાથે મારામારી મારી કરી હતી.

તેમજ લાકડીઓ વડે મુઢ માર મારી શરીરે નાની મોટી ઇજાઓ કરી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવતીની મરજી વિરૂદ્ધ પંકજભાઇ મીનામાની પત્ની તરીકે રાખવા માટે તેનું અપહરણ કરી લઇ ગયા હતા. આ સંદર્ભે યુવતીએ પંકજભાઇ મીનામા તથા તેના પિતા સહિત 18 લોકો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...