નિ:શુલ્ક શિક્ષણ:લીમડીમાં તબીબ સ્વખર્ચે આદિવાસી છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવશે

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેરીયર એકેડેમીનું ઉદ્ઘાટન : નિવૃત આચાર્યને શિક્ષણકાર્ય સોંપ્યું

દાહોદ જિલ્લાના લીમડી પંથકના આદિવાસી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા સાથે અંગ્રેજીનું નિ:શુલ્ક શિક્ષણ સ્વખર્ચે આપવાનું બીડુ તબીબે ઉપાડ્યુ છે. આ માટે આદિવાસી દિવસે આયુષી કેરીયર એકેડેમીનો પ્રારંભ કરીને ભણાવવાના કામ માટે નિવૃત આચાર્યને કામ સોંપવામાં આવ્યુ છે.

ઝાલોદ તાલુકાના લીમડીમાં માં વુમન્સ હોસ્પિટલ ચલાવતા ડો.અનિલ બારિયાએ લીમડી પંથકના આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણમાં અગ્રેસર થવા સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઝળહળતી સફળતા મેળવે તેવા હેતુથી સ્વખર્ચે આયુષી કેરીયર એકેડેમી શરૂ કરી છે.

અહીં વિદ્યાર્થીઓને સરકારી સ્પર્ધાત્મક પરિક્ષાઓનું વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવશે તથા અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવશે. આ સાથે મેડિકલના અભ્યાસક્રમો જેવા કે એમ.બી.બી.એસ. ડેન્ટલ તથા અન્ય પ્રવેશ માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે. શિક્ષણ આપવાનું કામ નિવૃત આચાર્ય મથુરભાઇ બારિયાને સોંપવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે જગ્યાથી માંડીને આવતો તમામ ખર્ચ ડો.અનિલ બારિયા ઉપાડશે. આદિવાસી દિવસે આ નિ: શુલ્ક શિક્ષણ આપનારી એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...