'તું અમારા ઘરેથી નીકળી જા':​​​​​​​દાહોદમાં દહેજ માટે પતિ સહિત સાસરિયાઓએ પરિણાતા પર ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકી, ફરિયાદ નોંધાઈ

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ દ્વારા પરિણીતાને અવાર-નવાર અપશબ્દો બોલી મારઝુડ કરતો હતો પતિ સહિત સાસુ અને સસરા સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ પિયરમાં રહેતી અને દાહોદ ખાતે લગ્ન કરેલી એક પરણિતાને તેના પતિ તથા સાસુ, સસરા દ્વારા મારઝુડ કરી, દહેજની માંગણી કરતા હતા. તેમજ શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતાએ આ સંબંધે સાસરીયાઓ સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ખાતે રહેતી એક યુવતીના લગ્ન આજથી સાત વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ દાહોદ શહેરના ખડ્ડા કોલોની ખાતે રહેતાં જશવિન્દર જગદીશભાઈ ચૌહાણ સાથે થયાં હતાં. પરણિતાને પતિ દ્વારા બે વર્ષ સુધી સારૂં રાખ્યા બાદ પતિનુ પોત પ્રકાશ્યુ હતું. પતી પરિણીતાને મારે તને નથી રાખવી તેમ કહી ગાળો બોલી મારઝુડ કરતો હતો. તેમજ પરિણીતાના સસરા અને સાસુ દ્વારા અવાર-નવાર દહેજની માંગણી કરતા હતા. આ ઉપરાંત મ્હેણા ટોણા મારી પરિણિતાના પતિને ચઢામણી કરતાં હતાં અને ત્રણેય જણા પરણિતાને ગાળો બોલી, તું અમારા ઘરેથી નીકળી જા, તેમ કહી પરિણિતાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.

આ સંબંધે સાસરીયાઓના ત્રાસથી વાજ આવેલી પરણિતાએ પતિ અને સાસુ, સસરા સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...