તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ખંગેલામાં અદાવત રાખી ત્રણ જણાએ મહિલાને માર માર્યો

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાકડી, પ્લાસ્ટિકના પાઇપથી ફટકારનાર ત્રણ સામે ફરિયાદ
 • ઇજાગ્રસ્તને 108 દ્વારા દાહોદ સરકારી દવાખાને ખસેડાઇ

દાહોદ તાલુકાના ખંગેલા ગામના વાદરીયા ફળિયામાં રહેતા જોતાબેન છીતુભાઇ ગણાવા તેમના ફળિયામાં આવેલા જેતા રતના ગણાવા, નેતા રતના ગણાવા, કિર્તન નેતા ગણાવાના ઘર આગળથી નીકળતા ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કહેવા લાગેલ કે આપણે અગાઉ ઝઘડો થયેલ છે તુ અહીયા કેમ આવી છે તેમ કહી ગાળો બોલી તમને અહિયા રહેવા દેવાના નથી કહી ઉશ્કેરાઇ જઇ ત્રણેય જણાએ લાકડી પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારી જમણા પગના નળા ઉપર ફ્રેક્ચર કરી ઇજા પહોંચાડી હતી.

આ દરમિયાન જોતાબેને બૂમાબૂમ કરતાં ફળિયામાંથી લોકો આવી જતાં ત્રણેય હુમલાખોરો મારી નાખવાની ધમકી આપતા જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત જોતાબેનને 108 દ્વારા દાહોદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે કમલેશભાઇ છીતુભાઇ ગણાવાએ હુમલાખોરો વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો