તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખલતાગરબડી ગામમાં ઝઘડાની અદાવતે રાત્રે ઘરમાં આગ ચાંપી

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુડાની ડોળ વીણવા મુદ્દે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો
  • ઘરવખરી તથા ઘરમાં બાંધેલા બે બકરા બળીને ભડથું થઇ ગયા

દાહોદ જિલ્લાના ધાનપુરમાં ખલતાગરબડીમાં ઝઘડાની અદાવતમાં રાત્રીના સમયે ઘરમાં આગ ચાંપતા ઘર વખરી સરસામાન તથા બે બકરા બળીને ખાખ થઇ ગયા હતા. અંદાજે ત્રીસ હજાર જેટલુ નુકસાન થયું હતું. ધાનપુર પોલીસ મથકે ત્રણ સામે ગુનો દાખલ થયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતાગરબડી ગામના રાકેશભાઇ કુવરસિંહ ભુરીયાની માતા સુશીલાબેન તેમના ખેતરાં આવેલ મહુડાની ડોળ વીણવા ગયા હતા. ત્યારે ફળિયાની ગંગીબેન ભારતભાઇ ડાંગી સાથે બોલાચાલી થઇ હતી.

તેની અદાવત રાખી વિપુલ ભારત ડાંગી, કાળુ સીમળીયા ડાંગી, ભારત સીમળીયા ડાંગી રાત્રીના 11 વાગ્યાના અરસામાં ત્રણેય જણા ભેગા મળી રાકેશભાઇના ઘરને આગ ચાંપતા હતા. જેથી અવાજ થતાં રાકે્શભાઇ ઉંઘમાથી જાગી ગયા હતા અને આ ત્રણેય ઘરને આગ ચાંપતા જોવાતા તેઓને આ શુ કરો છો તેમ કહેતા ત્રણેય જણા ઘરને આગ ચાંપી ભાગવા લાગ્યા હતા. જુના લાકડાની દીવાલો વાળુ અને દેશી નળીયાવાળુ ઘરમાં આગ એકદમ ફેલાવા લાગેલી, જેથી રાકેશભાઇએ બુમાબુમ કરતા આગ ઓલવવાનું પ્રયાસ કર્યો હતો.

તેમજ ઘરમાં બાંધેલ ત્રણ બકરા પૈકી એક બકરૂ છોડીને બચાવી લીધુ હતું, જ્યારે બે બકરા ઘરની અંદર જ રહી જતા ઘર વખરી સરસામાન સાથે બળીને ગયા હતા. આ દરમિયાન ઘરના તેમજ આજુબાજુમાં લોકો આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુમાં આવી ન હતી. આગમાં ઘર તથા ઘરવકરી સામાન અને બે બકરા બળીને ખાખ થઇ જતાં અંદાજે ત્રીસ હજાર જેટલું નુકસાન થયું હતું.

આ સંદર્ભે રાકે્શભાઇ કુવસિંહ ભુરીયાએ ફળિયામાં રહેતા વિપુલ ભારત ડાંગી, કાળુ સીમળીયા ડાંગી તથા ભારત સીમળીયા ડાંગી વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...