દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેળકુવા ગામે બાળલગ્ન થતાં હોવાની માહિતી તંત્રને મળી હતી. જેથી બાળ લગ્નપ્રતિબંધક અધિકારી અને પોલીસ સહિતની ટીમ ગામમાં પહોંચી બાળ લગ્ન થતાં અટકાવ્યાં હતાં અને પરિવારજનોને સમજાવવામાં આવ્યાં હતાં.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના કેલકુવા ગામે બાળ લગ્નની માહિતી મળતાં બાળ લગ્નપ્રતિબંધક અધિકારી આર.પી. ખાટાના માર્ગદર્શન મુજબ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે. તાવિયાડ દ્વારા બાળ લગ્ન અટકાવવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.
આ લગ્ન અટકાવવા અંગે તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.એ. એ. રાઠવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેની જાણ થતાજ તેઓએ પોલીસ સ્ટાફને લગ્ન સ્થળ પર સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા ટીમ સાથે મોકલી આપવામાં આવી હતી. બંન્ને વિભાગોના સંયુક્ત પ્રયાસથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. ટીમના સભ્યો જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ડી. એન.નિનામા સિનિયર ક્લાર્ક, એ.બી. નીસરતા સહાયક, જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીના એ.જી.કુરેશી લીગલ કમ પ્રોબેશન ઓફિસર, પી.એન. કટારા આઉટ રીચ વર્કર, એન.બી. બરજાડ તેમજ પોલીસ વિભાગમાંથી એ.એસ.આઈ. શાંતિલાલ એમ. પલાસ, એ.એસ આઈ, નરવત એસ.પટેલ, કલ્પનાબેન મહિલા પોલીસ કોન્સટેબલ અને હિતેશભાઈ જીઆરડી. એ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. બાળ લગ્ન કરાવતાં બંન્ને પરિવારજનોને ટીમે સમજાવ્યાં હતાં અને બાળ લગ્ન એક ગુનો છે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.