હુમલો:કાલીયાવાડ ગામે રૂપિયા મુદ્દે પથ્થર મારી કાકાએ માથું ફોડ્યું

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘મારા 2 હજાર રૂપિયા કેમ આપતો નથી’ કહી હુમલો કર્યો
  • ​​​​​​​હુમલાખોર કાકા વિરુદ્ધ ધાનપુર પોલીસમાં ગુનો નોંધાવ્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવાડના વરીયાભાઇ ગલાપભાઇ રાઠોડ તા.3મેના રોજ સાંજના ગામમાં પટેલ ફળિયામાં પંચાણુ રાખેલ હોય જતે વેળા રસ્તામાં તેમના કાકા નેવલાભાઇ વાધુબાઇ રાઠોડે રોકીને કહેલ કે તુ મારા બે હજાર રૂપિયા કેમ આપતો નથી તેમ કહેતા વરીયાભાઇએ જણાવેલ કે ચાર પાંચ દિવસ પછી તમારા રૂપિયા આપી દઇશ તેમ કહેતા કાકા નેવલાભાઇ બિભત્સ ગાળો બોલી પથ્થર માથામાં મારી દેતાં લોહીલુહાણ થયા હતા.

બુમાબુમ કરતાં વરીયાભાઇના પત્ની રેસુબેન દોડી આવી જતાં નેવલાભાઇએ જણાવેલું કે મારા પૈસા નહી આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત વરીયાભાઇને ધાનપુર સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાતા વરીયાભાઇ ગલાપભાઇ રાઠોડે હુમલાખોર કાકા વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...