તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાળીડુંગરીમાં ઘરના આંગણામાં વાતો કરતા લોકો પર ચાલકે ટ્રક ચઢાવી ,મહિલાનું મોત

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાબિયામાં ટેમ્પોની ટક્કરે પત્નીને પિયર મૂકી પરત આવતા બાઇક ચાલક ઘાયલ
  • દેવગઢ બારિયામાં અકસ્માતની 2 ઘટનામાં 1 મહિલાનું મોત : એક ઘાયલ

દેવગઢ બારિયા તાલુકાના અકસ્માતની બે ઘટનામાં એક મહિલાનું મોત તથા એક ઘાયલ થયો હતો. જેમાં કાળીડુંગરીમાં આંગણામાં ઉભેલા લોકો ઉપર ટ્રક ચઢાવતાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઝાબિયામાં ટેમ્પોની ટક્કરે બાઇક ચાલક ઘાયલ થયો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કાળીડુંગરી ગામના રમણભાઇ ભુરાભાઇ પટેલની પત્ની ચન્દ્રસિંગભાઇ પટેલના ઘરની આગળ આંગણામાં કુટુંબી કાકા ઉદેસીંગભાઇ વેચાતભાઇ પટેલ તથા સુરજબેન જસુભાઇ પટેલ અને શીગેડી ગામના જતનીબેન મંગળાભાઇ ધારવા, તીરૂબેન પ્રકાશભાઇ ધારવા એમ ચારેય જણા આગણામાં ઉભા રહી વાતો કરતાં હતા. તે દરમિયાન દેવગઢ બારિયા તરફથી આવતી જીજે-02-ઝેડ-3999 નંબરની ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચમ્પાબેનની ઉપર ટ્રક ચઢાવી દેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જ્યારે તેમની સાથે ઉભેલા બીજાઓને ટ્રક અથડાવી ચાલક પોતાનું વાહન મુકી નાસી ગયો હતો. બીજી ઘટનામાં વાઘનળા ગામના નિશાળ ફળિયામાં રહેતા હસમુખભાઇ સરદારસિંહ બારિયા તથા તેમના પત્ની વિનાબેન સાથે મોટર સાયકલ ઉપર તેમની સાસરી વેડ ગામ જતાં હતા. રક્ષાબંધનનો તહેવાર હોઇ પત્નીને વેડ ગામે મુકી સાંજના સમયે પરત ઘરે આવતા હતા. તે દરમિયાન ઝાબિયા ગામે રોડ પર જીજે-20-એક્સ-0861 નંબરના ટેમ્પો ચાલકે ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હસમુખભાઇની મોટર સાયકલને ઓવરટેક કરવા જતાં ટક્કર મારી અચાનક બ્રેક મારતાં મોટર સાયકલ ટેમ્પાની પાછળના ભાગે અથડાતા હસુખભાઇને પગે તથા હાથ અને મોઢાના ભાગે ફ્રેક્ચર તેમજ નાની મોટી ઇજાઓ થઇ હતી.

અકસ્મતા કરી ચાલક ટેમ્પો લઇ નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત હસમુખભાઇને 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા ટ્રક અને ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...