• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Jhalod, In The Presence Of The Minister Of State, A Program Was Held Under Vishwaste Vikas Yatra, Rs. Inauguration Of 145 Development Works Completed At A Cost Of 3.03 Crores

વિશ્વાસથી વિકાસ યાત્રા:ઝાલોદમાં રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, રૂ. 3.03 કરોડને ખર્ચે સંપન્ન 145 વિકાસ કામોનું લોકાર્પણ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયમંત્રીએ ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. 3.59 કરોડને ખર્ચે પૂર્ણ થનાર 128 વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. જ્યારે આ તાલુકાઓના રૂ. 3.03 કરોડને ખર્ચે સંપન્ન 145 વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.

વિકાસની નવી ક્ષિતિજો સર કરી છે
ઝાલોદની કે.આર. દેસાઈ કોલેજ ખાતેથી સંબોધન કરતા રાજ્યમંત્રી ડો. કુબેરભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા ગરીબ-સામાન્ય માણસના કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ તેમના સુધી પહોંચતો કર્યો છે. તેમણે સંવિધાનના મૂળ લક્ષોને ધ્યાને રાખીને તેની યોગ્ય અમલવારી થકી સામાન્ય માણસોનું હિત સાધ્યું છે. ઉપેક્ષિત, પીડિત લોકો સુધી હવે વિકાસના ફળ પહોંચ્યા છે. રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વિકાસની નવી ક્ષિતિજોને સર કરી છે.

મહિલાઓ આર્થિક સામાજિક રીતે સશક્ત બની
સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અને મહત્વનાં નિર્ણયોની યોગ્ય અમલવારી થકી આ બાબતમાં સફળ થઇ છે. રાજકારણ હોય કે નોકરી ક્ષેત્રે મહિલાઓને અનામતની સફળ ફાળવણી થકી મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની છે. મહિલાઓના હકો અને અધિકારો માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.

શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યુ
નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં જયોતિગ્રામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને અત્યારે રાજ્યના ગામે ગામ વીજળી મળી રહી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તાઓ, ગરીબ માણસનું પોતાનું પાકું મકાન સહિતની અનેક પાયાની કામગીરી થકી સામાન્ય માણસનું જીવનધોરણ ઊચું આવ્યું છે. સામાન્ય લોકોને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ મળતી થઇ છે. તેમણે ઉમેર્યું કે, શિક્ષણ સુવિધાઓ પણ હવે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મળતી થતા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે. અગાઉ વિજ્ઞાન પ્રવાહની શાળા-કોલેજોના અભાવે અનુસુચિત જાતિની મેડીકલની સીટો ખાલી રહેતી હતી. પરંતુ અત્યારે આદિવાસી સમાજના 2500 જેટલા વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરી રહ્યાં છે. જે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન દર્શાવે છે.

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન નિર્માણ પામ્યુ
આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદી માટે કરેલા અમૂલ્ય બલિદાનોને વિસારી દેવાયા હતા. જેનો કયાંય ઉલ્લેખ નહોતો. પ્રધાનમંત્રીએ ભગવાન ગોવિંદગુરૂ સ્મુતિ વનનો રૂ. 40 કરોડથી વધુને ખર્ચે વિકાસ કરી તેનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કર્યો છે.

ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કરાયા
ઝાલોદ ખાતેથી વિકાસકાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે જણાવતા તેમણે કહ્યું કે, ઝાલોદમાં 47 સંજેલીમાં 39, ફતેપુરામાં 42 એમ કુલ 128 વિકાસ કાર્યોનો અનુક્રમે રૂ. 1.19કરોડ, રૂ. 96 લાખ અને રૂ. 1.44કરોડ એમ કુલ રૂ. 3.59 કરોડના કામોનો આજથી પ્રારંભ કરાયો છે. જયારે ઝાલોદમાં 37, સંજેલીમાં 48 અને ફતેપુરામાં 60 એમ કુલ 145 કરોડના વિકાસકાર્યોના અનુક્રમે રૂ. 1.41 કરોડ, રૂ. 98 લાખ અને રૂ. 64 લાખ એમ કુલ રૂ. 3.03 કરોડના વિકાસકાર્યો સંપન્ન થતા આજે નાગરિકોને સમર્પિત કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...