તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઝાલોદમાં મહિલાને 35 લાખની લોટરી લાગી હોવાનું કહી પાંચ જેટલા શખ્સોએ 4.50 લાખ પડાવી લીધા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ શખ્સોએ બેન્કની વીડિયો ક્લિપ અને ફોટો મોકલવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી

દાહોદ જિલ્લાના ઝાલોદમાં એક 40 વર્ષિય મહિલાને પાંચ જેટલા ઈસમોએ વિશ્વાસમાં લઈ મોબાઈલ ફોન પર ફોન કરી મહિલાને જીઓ નંબર પર 35 લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી.આ મહિલા પાસેથી અલગ અલગ તારીખોએ કુલ રૂા4,48,000પોતાના બેંન્ક ખાતામાં નંખાવી મહિલા સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ઝાલોદ નગરના ફતેપુરા રોડ, માંડલી ફળિયામાં રહેતાં 40 વર્ષીય રાબીયા ઈબ્રાહીમ ઈસ્માઈલ ડોકીલાને અખીલેશ યાદવ નામક વ્યક્તિનો મોબાઈલ પર ફોન આવ્યો હતો. રાબીયાબેનના જીઓ સીમ નંબર ઉપર રૂપીયા 35 લાખની લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ બાદ અખીલેશ યાદવ નામક વ્યક્તિની સાથે અન્ય સંજીતકુમાર, દિલીપકુમાર, એમ.ડી.અબબુકર અને કમલેશકુમાર દ્વારા રાબીયાબેના વોટ્‌સએપ નંબર પર બેંન્કની વિડીયો ક્લીપ મોકલી, ફોટા મોકલી રાબીયાબેનને સંપૂર્ણ વિશ્વાસમા લઈ લીધા હતા.પાંચેય જણાએ એકબીજાના મેળાપીપળામાં તારીખ 17/5/21 થી તારીખ 25/5/21ના સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે કુલ રૂા.4,48,000 બેંન્ક ખાતામાં ભરાવી લીધા હતા.

ઈનામની રકમ નહીં આપી આખરે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં રાબીયા ઈબ્રાહીમ ઈસ્માઈલ ડોકીલા દ્વારા ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...