ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની 22 વર્ષીય પરિણીતાએ પિયર પરથમપુરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
સવારના સમયે આત્મ હત્યા કરી લીધી
ઝાલોદ તાલુકાના પરથમપુર ગામના મહુડી ફળિયામાં રહેતા મોગજીભાઈ જોરસીંગભાઈ હઠીલાની 22 વર્ષીય સ્નેહલબેનના લગ્ન ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના પૃથ્વીરાજ ભરતભાઈ બારીયા સાથે થયા હતા. સ્નેહલબેન પોતાના પિતાના ઘરે ગત તા 3 માર્ચના રોજ હતી.તે દિવસે સવારના સાડા અગ્યાર વાગ્યાના સુમારે કોઈ કારણસર સ્નેહબેનના મનમાં લાગી આવતાં તેણે પોતાના પિતાના ઘરે ઓસરીમાં લાકડાની વળી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી
આ સંબંધે મરણજનાર સ્નેહલબેનના પિતા મોગજીભાઈ જોરસીંગભાઈ હઠીાએ લીમડી પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં પોલિસે આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.