બાઈક સવારો જમીન પર પટકાયા:દાહોદના જાલત ગામે પુરઝડપે જઈ રહેલુ બાઈક સ્લીપ ખાતા અકસ્માત, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને મધ્યપ્રદેશના એક જ ગામના વતની, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો

દાહોદ તાલુકાના જાલત ગામે હાઈવે પર એક મોટરસાઈકલ ચાલક પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી જતો હતો. ત્યારે અચાનક તેની મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. જ્યારે એકને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં અકસ્માત
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના માતાસુલા ગામે ડુંગરા ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ રામસીંગભાઈ વસુનીયા અને તેમની સાથે કમલેશભાઈ વિરૂભાઈ ડામોર એમ બંન્ને જણા ગત તા. 26 મી જુલાઈના રોજ મોટરસાઈકલ લઈ દાહોદ તાલુકાના જાલત ગામેથી હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે પ્રતાપભાઈ દ્વારા પોતાની મોટરસાઈકલને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી.
માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી
જેને પગલે સર્જાયેલા અકસ્માતમાં પ્રતાપભાઈ અને મોટરસાઈકલની પાછળ બેઠેલા કમલેશભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા.જેથી કમલેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન કમલેશનું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રતાપને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓ હાલ સારવાર લઈ રહ્યાં છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ
​​​​​​​
આ સંબંધે ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના માતાસુલા ગામે ડુંગરા ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ રામસીંગભાઈ વસુનીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...