તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ઘુણસીયામાં બૂટલેગરે રિક્ષા મૂકી ઝાડીમાં સંતાડેલો દારૂ ઝડપાયો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દારૂ તથા રિક્ષા મળી 91 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ઘુણસીયા ગામમાં બુટલેગરે ઘર પાછળ રીક્ષા મુકી ઝાડીઓમાં સંતાડી રાખેલો દારૂ બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. 91,280નો મુદ્દામાલ કબ્જે લઇ બુટલેગર વિરૂદ્ધ લીમડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

લીમડીના પીએસઆઇ વીઆર ચૌહાણ તથા સ્ટાફના માણસો લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે આંબા ગામના ઘુણસીયા ફળીયાનો વકલા તુરસીંગ ડામોર રીક્ષામાં દારૂ ભરી રાખીને તેના ઘરની પાછળના ભાગે ઝાડીઓ પાસે સંતાડી રાખ્યો છે. જેના આધારે તપાસ કરતાં રીક્ષા મળતાં આજુબાજુમાં તપાસ કરતાં કોઇ વ્યક્તિ મળ્યો ન હતો. જ્યારે રીક્ષાની પાછળના ડાલાના ભાગે જોતાં વિદેશી દારૂ તથા બીયરની શીલબંધ 10 પેટીઓ જેમાં કુલ 384 નંગ બોટલ જેની કિંમત 41280નો જથ્થો મળી આવ્યો હતો. દારૂ તથા 50,000ની કિંમતની રીક્ષા મળી કુલ 91,280ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઇ બુટલેગર વકલા તુરસીંગ ડામોર વિરૂદ્ધ લીમડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો