અકસ્માતમાં મોત:ગરબાડામા એસટી બસે બાઈકને અડફેટે લીધું, ચાલક ફંગોળાઈને જમીન પર પટકાતા મોત

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ગરબાડામાં એસટીના ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં મોટરસાઈકલ ચાલકને હાથે-પગે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ગરબાડા ગામે પેટ્રોલ પંપની સામેના રસ્તા પરથી એસટી બસના ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ત્યાંથી મોટરસાયકલ લઇને પસાર થઇ રહેલા 62 વર્ષીય ચેનિયાભાઈ કસનાભાઇ સોલંકી (રહે ઝાબુઆ,મધ્ય પ્રદેશ)ની મોટર સાયકલને જોશભેર ટક્કર મારતા ચેનિયાભાઈ મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેઓને હાથે - પગે તેમજ શરીરના માટે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચેનિયાભાઈનું મોત નિપજતા આ સંબંધે મધ્યપ્રદેશના રાણાપુર ખાતે રહેતા મુકેશભાઈ ચેનિયાભાઈ સોલંકીએ ગરબાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...