કુદરતને મનાવવાની વિશિષ્ટ પરંપરા:દાહોદના ગરબાડા તાલુકામાં મહિલાઓએ ધાડપાડુ બની મેઘરાજાના મનામણા કર્યા

દાહોદ3 મહિનો પહેલા
  • નવી શિક્ષિત પેઢી પણ પ્રાચીન પરંપરાઓને ગર્વભેર અનુસરે છે

દાહોદ જિલ્લામાં વસતા આદિવાસીઓની પરંપરાઓ નોખી જ હોય છે. ત્યારે મેઘરાજાને મનાવવા માટે પણ વિવિધ પ્રકારના આયોજન કરવામા આવે છે. તે પ્રમાણે જ ગરબાડા તાલુકામા મહિલાઓએ રિવાજ પ્રમાણે ધાડપાડુ બનીને મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

કુદરતી આફતોમા પણ કુદરતને મનાવવા વિશિષ્ટ પરંપરાઓ
દાહોદ જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પ્રેમી છે અને તેમની અલગ જ સંસ્કૃતિ છે.તેઓના વિધિ વિધાન પણ જુદા જ હોય છે.ત્યારે કુદરતી આફતોમાં પણ કુદરતને મનાવવાના રિતી રિવાજ પણ વિશિષ્ટ જ હોય છે.જ્યારે ચોમાસુ આવે ત્યારે મેગરાજાને મનાવવા માટે પણ આદિવાસીઓ તેમની પ્રાચીન પરંપરાને જ અનુસરે છે.

મહિલાઓએ આદિવાસી શૈલીમા ગીતો ગાયા
દાહોદ જિલ્લામા હાલ ચોમાસુ જામયુ નથી.જો કે કેટલાક વિસ્તારમા વાવણી લાયક વરસાદ થઈ જતાં વાવેતર શરુ થઈ ગયુ છે.ત્યારે આદિવાસીઓની પરંપરા પ્રમાણે ગરબાડા તાલુકામા મહિલાઓ ધાડપાડુ બનીને એક સ્થળે એકઠી થઈ હતી.આ મહિલાઓએ વરુણદેવને મનાવવા આદિવાસી શૈલીમાં ગીતો પણ ગાયા હતા.આવી અનેક પરંપરાઓ આજે પણ આદિવાસી સમાજ મા આજે પણ ચાલતી આવે છે.

વરસાદ ન આવે તો ગુંદરુ કાઢવાની પ્રથા આજે પણ છે
વરસાદ ન આવે તો ગુંદરૂ કાઢવાની પણ નોખી પરંપરા છે.આ વિધિમા ગામના કે ફળિયાના લોકો એકત્રિત થાય છે.ત્યારબાદ આદિવાસી રિવાજ પ્રમાણે વિધિ વિધાન કરવામા આવે છે.આ દિવસે સામુહિક ખાણીપીણીનો કાર્યક્રમ રાખવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...