લાલચ મોંઘી પડી:​​​​​​​ગરબાડમાં એક ઈસમે સિમેન્ટની થેલીઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી એક શખ્સ સાથે રૂપિયા 1.79 લાખની છેતરપીંડી કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સને સસ્તા ભાવે સિમેન્ટ લેવાની લાલચ મોંઘી પડી ભેજાબાજે રૂપિયા 1.79 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

દાહોદ જિલ્લાના ગરબાડામાં એક ઈસમે એક વ્યક્તિને સિમેન્ટની થેલીઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂા. 1,79,600ની છેતરપીંડી કરી હતી. ત્યારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પૈસા લીધા બાદ પણ સિમેન્ટની થેલીઓ ના આપી મુળ ગરબાડાના બોરીયાલા દિવાનીયાવાડ ફળિયામાં રહેતો અને હાલ દાહોદ શહેરની આદિવાસી સોસાયટી ખાતે રહેતો ઓમપ્રકાશભાઈ ચંદુભાઈ રાઠોડે ગરબાડા તાલુકાના ભીલવા ગામે તળાવ ફળિયામાં રહેતાં કિરણકુમાર અમરસીંગભાઈ કટારાને ગત તારીખ 22 મે ના રોજ સિમેન્ટની થેલીઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. ઓમપ્રકાશે કિરણભાઈને લાલચ આપી તેમની પાસેથી રૂપિયા 1,79,600 લઈ લીધાં હતા. ત્યારબાદ સિમેન્ટની થેલીઓ નહીં આપી અને પૈસા પણ પરત નહીં આપી રૂપિયા 1,79,600ની છેતરપીંડી કરી હતી. જેથી કિરણકુમાર અમરસીંગભાઈ કટારાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...