ફતેપુરામાં ગત 17 ડિસેમ્બર ના રોજ હનુમાન ટેકરી વિસ્તાર સહીત અન્ય વિવિધ જગ્યાએ ચોરી ના બનાવો બન્યા હતા. જે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખતા પાંચ શખ્સ ને દબોચી ઉપયોગ માં લેવાયેલા હથિયાર સહીત ચોરી કરેલી રોકડા રકમ અને સોના ચાંદી ના દાગીના સહીત નો મુદ્દા માલ કબ્જે કરી પાંચેયની સધન પૂછપરછ હાથ ધરવા માં આવી રહી છે.
દાહોદના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તારમાં રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 2,63,000/- ની ચોરી નો ભેદ ઉકેલાઈ ગયો છે. આ મામલે ફતેપુરા પોલીસે પાંચ શખ્સો ને રોકડ રકમ સહીત સોના ચાંદી ના દાગીના મળી કુલ 14,4000/- લાખ ની રકમ સાથે દાબોચી લીધા હતા.
એક કરતા વધુ ઘરોમાં ચોરી થઈ હતી
ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તાર માં 17 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડી તસ્કારોએ ચોરીને અંજામ આપ્યો હતો અને સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 2,63,000 /- લાખની ચોરી કરીને પ્લાયન થઈ ગયા હતા.મળતી માહિતી મુજબ ફતેપુરા નગરમાં થોડા સમય અગાઉ હનુમાન ટેકરી વિસ્તાર સહિત અન્ય જગ્યાએ ચોરીના બનાવો બનવા પામ્યા હતા. ચોરીમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ ફતેપુરા પોલીસ મથકે નોંધવવામાં આવી હતી.
એક આરોપીની અટક બાદ ચાર ઝડપાયા,એક પોલીસ પકડથી દૂર
હ્યુમન ઇન્ટેલીજેન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે શંકર પ્રતાપ બારજોડને ચોરી કરી હોવાની શંકાના આધારે વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા આરોપી શંકરે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરીમાં સંડોવાયેલા અન્ય પાંચ ઈસમોની પણ સંડોવાણી હોવાનું કબુલ્યું હતું અને જેના આધારે ફતેપુરા પોલીસ અન્ય ચાર આરોપીને દબોચી લીધા હતા. જયારે અન્ય એક મુખ્ય આરોપી વિજય રુધા જે પોલીસ પકડ થી હાલ દુર છે અને જેની હાલ શોધખોળ ચાલી રહી છે. જયારે અન્ય પકડાયેલ આરોપીમાં ચંદ્રેશ ચુનીલાલ રાવળ જે કાળીયા લખાણપુરનો રહેવાશી ,મિનેષ સોમા રાવળ જે કાલીયા વાલુન્ડા નો રહેવાસી, અનિલ મોહન પ્રજાપતિ જે ફતેપુરા સરકારી દવાખાનાની બાજુ નો રહેવાસી અને રાજુ બળવંત બારજોડ જે વાલુન્ડા નિશાળ ફળીયા નો રહેવાસી, કલ્પેશ પારસીંગ વાસુનિયા જે ઝાલોદ કલજી ની સરસવાણી નો રહેવાસી તેમજ વિજય રુધા જે તેરગોળા વિસ્તાર નો રહેવાસી જે હાલ પોલીસ પકડ થી દૂર છે.જેની શોધ ખોળ હાલ ચાલી રહી છે આમ પોલીસ ને ચોરી માં સંડોવાયેલ પાંચ આરોપી ને દબોચવા માં સફળતા મળી હતી અને આ ધરપકડ કરેલ આરોપી ના રિમાન્ડ દરમિયાન આરોપી ઓ ફતેપુરા નગર માં થયેલી ચોરી ની કબૂલાત કરી હતી.
આરોપી પાસે થી ચોરી કરવા માટે વાપરવા માં આવેલા સાધનો તેમજ સોના ચાંદી ના દાગીના હીરો સ્પલેન્ડર મોટર સાયકલ સહીત ચોરી ની રકમ 82,500 /- હજાર ની રોકડ સહીત 144000/- લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે. હાલ વધૂ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવા માં આવી રહી છે ત્યારે અન્ય જગ્યાએ પણ ચોરી ને અંજામ આપ્યા ની પણ કબૂલાત કરે તેવી શક્યતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.