• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dhanpur's Lakhna Gojia, A Husband Carjacked A Young Man On Suspicion Of Having An Affair With His Wife, Two Days Later The Wife Also Filed A Rape Complaint.

હત્યાના પ્રયાસમાં નવો વળાંક:ધાનપુરના લખણા ગોજિયામાં પતિએ પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવક પર ગાડી ચડાવી, બે દિવસ બાદ પત્નીએ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક પરણિતાનો ઘરમાં એકલતાનો લાભ લઈ એક ઈસમ પરણિતાના ઘરમાં ઘુસી જઈ પરણિતા ઉપર બળજરીપુર્વક દુષ્કર્મ આચરયુ હતુ. પિડીતાનો પતિ જેલમાં હોઈ મારી નાંખવાની ધમકીઓ આપી ફરાર થઈ જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવકની હત્યાનો પ્રયાસ કર્યો
બે પહેલાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે એક વ્યક્તિએ પોતાની પત્નિ સાથે આડા સંબંધ હોઈ ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે રહેતાં યુવક તથા તેની સાથેના અન્ય એક વ્યક્તિની મોટરસાઈકલ પર સ્કોર્પીયો ચડાવી દઈ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની ફરિયાદ ધાનપુર પોલીસ મથકે નોંધાંવાઈ હતી. તેવા સમયે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

હત્યાના પ્રયાસના આરોપીની પત્ની પર યુવકે દુષ્કર્મ ગુજાર્યુ
હવે આ આરોપીની પત્નીએ જ લખણગોજીયા ગામે રહેતાં યુવક હવે પોલીસ ફરિયાદ નોંધાંવી છે.જેમાં જણાવ્યા પ્રમાણે ગત તા. 19 મી ઓગષ્ટના રોજજ્યારે પરણિતા એકલી ઘરમાં હતી કારણ કે તેનો પતિ જેલમા હતો. ત્યારે શખસ તેના ઘરમાં ઘુસી ગયો હતો. પરણિતાની એકલતાનો લાભ લઈ પરણિતાનું મોંઢુ દબાવી બળજરીપુર્વક પરણિતા ઉપર બે વાર દુષ્કર્મ આચર્યું હતું.

તારો પતિ જેલમાં છે, કોઈને વાત કરીશ તો બંન્નેને પતાવી દઇશ
શખસે પરણિતાને કહેલ કે, તારો પતિ હાલમાં જેલમાં છે એટલે જો તું કોઈની કહીશ તો તને અને તારા પતિને મારી નાંખીશુ, તેવી ધમકીઓ આપી મુકેશભાઈ નાસી ગયો હતો.આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલી પરણિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...