તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધિંગાણુ:ધાનપુરના લખણામાં ચાર વ્યકિતઓએ ઘરમાં જઇ એક પરિવારના ચાર સભ્યોને લાકડીઓ ફટકારી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગમ્ય કારણોસર તોફાન મચાવતા ફરિયાદ નોંધાવાઈ

ધાનપુર તાલુકાના લખણા ગામે અગમ્ય કારણોસર ચાર જેટલા ઈસમોએ એક વ્યક્તિના ઘરે જઈ ઝઘડો કરી તકરાર કરી હતી. જેમાં ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયા હતાં. અને ચાર જણાને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિગાણું કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી

ગણપતભાઈ માવાભાઈ નાયક, નરપતભાઈ માવાભાઈ નાયક, અરવિંદભાઈ માવાભાઈ નાયક (ત્રણેય રહે. લખણા ગોજીયા, તા.ધાનપુર) અને અરવિંદભાઈ ધનાભાઈ નાયક (રહે.ઝાપટીયા, તા.દેવગઢ બારીઆ) પોતાના જ ગામમાં રહેતાં રતનસિંહ માનસીંહ નાયકના ઘરે ધસી આવ્યા હતા. ગાળો બોલતાં હતાં. અને એકદમ ઉશ્કેરાઈ જઈ રતનસિંહ, ગોબરભાઈ તથા તેમની સાથેના બીજા બે વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રતનસિંહ માનસિંહ નાયકે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...