બે બાઈકની ચોરી:દેવગઢ બારીયા પંથકમાં તસ્કરોએ કસબ અજમાવી બે બાઈકની ઉંઠાતરી કરી, પોલીસે તપાસ હાથ ધરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોર ટોળકી સક્રિય થઈ હોઈ તેવું જોવા મળી રહ્યુ છે. તેવા સમયે દેવગઢ બારીયામાં બાઈક ચોરીના બે બનાવો પોલીસ દફ્તરે નોંધાયા છે.
ઘરના આંગણામાંથી બાઈકની ચોરી
પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયા તાલુકાના બાઈક ચોરીના બનેલા બન્ને બનાવો પૈકીનો એક બનાવ ડાંગરીયા ગામે રાત્રિના સમયે બન્યો હતો. જેમાં ડાંગરીયા ગામના ઘેડ ફળીયામાં રહેતા મુકેશ પર્વતભાઈ કોળીની તેમના ઘરના આંગણામાં સ્ટેરીંગ લોક મારી પાર્ક કરેલી રૂ 20 હજારની કિંમતની બાઇકને તસ્કરો ઉઠાવી ગયા હતા. આ સંબંધે ડાંગરીયા ગામના મુકેશ પર્વતભાઈ કોળીએ નોંધાવેલી ફરિયાદને આધારે દેવગઢ બારીયા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​પોલીસે કાર્યવાહી હાથ ધરી
દેવગઢ બારીયા તાલુકામાં બાઈક ચોરીનો બીજો બનાવ દેવગઢ બારીયા નગરના ખોખા બજારમા બન્યો હતો. રાજેશ પ્રવિણકુમાર રાવળની તેમના ઘરના આંગણામાં મુકેલી રૂ 8 હજારની કિંમતની બાઈકની તસ્કરે પોતાનો કસબ અજમાવી ચોરી કરી હતી. જે બાદ ફરાર થઈ ગયો હતો. આ સબંધે દેવગઢ બારીયા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...