સાસરીયાઓનો જમાઈરાજા પર હુમલો:દેવગઢ બારીયામાં "મારી બહેનને કેમ તેડી જતો નથી" કહી બનેવીને સાળા સહિત સાસરીપક્ષના ચાર લોકોએ માર માર્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી બહેનને કેમ તેડતો નથી, બીજી છોકરી સાથે સંબંધ રાખે છે તેમ કહી ફટકાર્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં બનેવી પર સાળાઓએ હુમલો કર્યો હતો. યુવકના સાસરીપક્ષની મહિલા સહિત 4 લોકોએ યુવકને માર મારી તેમજ ગડદાપાટુ કરી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

દેવગઢ બારીઆ તાલુકાના પાણીવાસણ ગામે બારીઆ ફળિયામાં રહેતાં અર્જુનભાઈ છગનભાઈ બારીઆના પુત્ર કિશનની પત્ની રિસાઈને પોતાના પિયરમાં બેઠી છે. ત્યારે કિશન દેવગઢ બારીઆ નગરના ઘાટી ફળિયામાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કિશનનો સાળો પ્રકાશ કેશરભાઈ બારીઆ તથા દિનેશ પર્વતભાઈ બારીઆ અને કિશનના સાસરીપક્ષના કોકિલા શંકરભાઈ વડેળ અને સંજય શંકરભાઈ વડેળે કિશનને રસ્તામાં રોક્યો હતો. ઉપરાંત બેફામ ગાળો બોલી "તું મારી બહેનને કેમ તેડતો નથી અને અન્ય છોકરી સાથે તું પ્રેમ સંબંધ રાખે છે" તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કિશનને ઝાપટો મારી હતી.

આ સિવાય કિશનને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે અર્જુનભાઈ છગનભાઈ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...