કર્મચારી જ ચોર નીકળ્યો:​​​​​​​દાહોદના સૂર્યોદય ફાયનાન્સમાં ઓડિટ ઓફિસરે જ હાથફેરો કર્યો, કંપનીના સેફમાંથી રૂ. 9.53 લાખ ચોરી લેતાં ચકચાર

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેનેજરે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી શરૂ ​​​​​​​

દાહોદ શહેરમાં આવેલી ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા સિનિયર ઓડીટ ઓફિસરે પોતાની કંપનીની ઓફિસમાં જ હાથફેરો કર્યો હતો. ઓફિસરે પોતાની ઓફિસમાંથી જ રૂા. 9 લાખ 53 હજાર 926ની ચોરી કરતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

દાહોદ શહેરમાં હરસોલાવાડ શ્રીજી કોમ્પલેક્ષમાં આવેલી સુર્યોદય સ્મોલ ફાઈનાન્સ કંપનીમાં સિનિયર ઓડીટ ઓફિસર તરીકે સંદિપકુમાર રતનસિંહ વહુનીયા ફરજ બજાવે છે. ગત તા. 11મી મેના રોજ ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં આવેલા સેફમાંથી સંદીપ વહુનિયાએ રોકડા રૂપિયા 9 લાખ 53 હજાર 926ની ચોરી કરી હતી. જેથી આ સંબંધે સુર્યોદય સ્મોલ ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં કૃણાલભાઈ હરેન્દ્રભાઈ સાધુએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...