• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod's Piploda, The Lover's Property Worth 4 Lakhs Was Seized, When It Came To Marriage, He Made A Fuss About The Caste Of The Lover.

પ્રેમના નામે છેતરપિંડી:દાહોદના પીપલોદમા પ્રેમિકાનો 4 લાખનો મુદ્દામાલ પડાવી લીધો,લગ્નની વાત આવી તો પ્રેમિકાની જાતિને લઈ હડધૂત કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમિકા પાસેથી દોઢ લાખ રોકડા અને અઢી લાખના દાગીના ચાંઉ કરી પ્રેમીએ જાત બતાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક 21 વર્ષીય યુવતીને એક યુવકે લગ્નની લાલચ આપી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા. 4,00,000ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરી લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.

યુવકે પ્રેમનુ નાટક કરી યુવતીને પોતાના તાબામા કરી લીધી
દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક 21 વર્ષીય યુવતીને દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે ફુટેલી ફળિયામાં રહેતા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે કાળુ માનસીંગ વણઝારાએ લગ્નની લાલચ આપી હતી . પ્રેમ જાળમાં ફસાવી યુવતી પાસેથી વર્ષ 2021ની સાલમાં યુવતીને લગ્નન કરવાનો પાકો વિશ્વાસ આપી યુવતીને ફોસલાવી પોતાના તાબામા કરી લીધી હતી.

લગ્નની લાલચ આપી રોકડ અને દાગીના પડાવી લીધા
ત્યારબાદ આ ભેજાબાજ પ્રેમીનુ પોત પ્રકાશ્યું હતુ.તેણે યુવતી પાસેથી 1,50,000 રોકડા તેમજ સોનાના દાગીના કુલ વજન 6.886 તોલાના કે જેની કિંમત રૂા. 2,50,000થાય છે. એમ કુલ મળી રૂા. 4,00,000નો મુદ્દામાલ યુવતી પાસેથી પડાવી લીધો હતો.

યુવતીએ લગ્નની વાત કરતાં જાતિ પ્રત્યે અપમાનિત કરી
ત્યાર પછી જ્યારે યુવતીએ ભાગીને લગ્ન કરવાની વાત કરી ધર્મેન્દ્રએ એવો જવાબ આપ્યો કે યુવતિના પગ નીચેથી જામીન સરકી ગઈ હતી.તેણે યુવતીને જાતિ પ્રત્યે અપમાનિત કરી લગ્નની ના પાડી દીધી હતી.

વાસ્તવિકતા માલૂમ પડતા યુવતીએ ફરિયાદ કરી
આમ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનુ જણાતા યુવતીએ આ સંબંધે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...