• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod's Parel, Two Gangs Absconded By Taking A Gold Chain From The Neck Of An Old Man On His Way From Marathi School.

ચીલ ઝડપ:દાહોદના પરેલમાં મરાઠી સ્કુલથી ચાર રસ્તે જતા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન લઇ બે ગઠિયા ફરાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ગઠિયા બાઈક પર આવીને આંખના પલકારામાં ચેઈન ખેંચીને ફરાર થઈ ગયા

દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખાતે એક 61 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન તોડી બાઇક પર આવેલા બે ગઠિયા ફરાર થઈ ગયા હતા. 11 હજાર રુપિયાની ચેઈન લૂંટાઈ જતાં મહિલાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વૃદ્ધા પરેલમાંથી પસાર થઈ રહ્યા હતા
ગત તા.3 સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેરમાં પાસે આવેલી જીવનદીપ સોસાયટી ખાતે આકાશગંગા સોસાયટીમાં રહેતાં 61 વર્ષીય શકુબેન સોમાભાઈ પરમાર દાહોદ શહેર પાસે પરેલમાં મરાઠી સ્કુલથી ચાર રસ્તા પરથી રાતના 8 વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં.

બાઈક પર આવેલા ગઠિયા ચેઈન ઝુંટવી ફરાર
તે સમયે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અજાણ્યા ઈસમોએ શકુબેનની નજર ચુકવી તેઓએ ગળામાં પહેરેલી સોનાની ચેઈન આંચકીને કરી લઈ નાસી જતાં શકુબેને બુમાબુમ કરી મુકી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં પરંતુ 11 હજારની કિંમતની સોનાની ચેઈન ઝુટવી બે ઈસમો બાઇક લઈ ફરાર થઈ ગયાં હતાં.

પોલીસ ફરિયાદ નોંધાવાઈ
આ સંબંધે શકુબેન સોમાભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...