• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod's Fatehpura, A Young Woman Refuses To Be Subdued By A Young Man And The Young Man Goes Viral With A Pornographic Photo.

બ્લેકમેઈલીંગ:દાહોદના ફતેપુરામાં એક યુવતીએ યુવકના તાબે થવાનો ઈન્કાર કરતા યુવકે અશ્લીલ ફોટો વાઈરલ કર્યા

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમજાવવા ગયેલા યુવતીના પિતાને પણ ધમકીઓ આપી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક 20 વર્ષીય યુવતીને એક યુવક દ્વારા શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી, યુવતીએ તે બાબતે ના પાડી દેતાં યુવક દ્વારા તેના અશ્લીલ તેમજ અભદ્ર લખાણવાળા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં આ અંગેની જાણ યુવતીના પિતાને થતાં તેના પિતા દ્વારા યુવકને આ મામલે વાતચીત કરવા જતાં યુવકે યુવતિના પિતાને પણ મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકરીયા ગામે રહેતો સુભાષભાઈ રાજુભાઈ ડામોરે ફતેપુરા તાલુકામાં રહેતી એક 20વર્ષીય યુવતીને ગત તા.15 ઓક્ટોબરથી તારીખ 30 ઓક્ટોબર ના સમયગાળા દરમ્યાન અવાર નવાર યુવતી સાથે મોબાઈલ ફોન ઉપર શરીર સંબંધ રાખવાનું કહેતો હતો. યુવતીએ આ અંગે ના પાડી દેતાં સુભાષભાઈ દ્વારા યુવતીને ધાકધમકી આપી કહેલ કે, તું મારી સાથે વાતો ન કરે તો અને મારી જોડે સંબંધ ન રાખે તો તારા ફોટા મારી પાસે છે, તેના હું પોસ્ટર બનાવી જાહેરમાં લગાવીશ.

આ સમયગાળા દરમિયાન યુવતીના ફોટા પોતાના મોબાઈલ ફોનના વોટ્‌સએપ અને ફેસબુક ડીપી ઉપર મુકતાં આ અંગેની જાણ યુવતીના પિતાને થઈ હતી .જેથી યુવતીના પિતા દ્વારા આ મામલે સુભાષભાઈ પાસે જઈ વાતચીત કરતાં સુભાષભાઈ દ્વારા યુવતીના પિતાને ધાકધમકી આપી કહેલ કે, તારી છોકરીને ભગાડી લઈ જઈશ, તારાથી થાય તે કરી લે, તેમ કહી યુવતીના અશ્લીલ તેમજ અભદ્ર લખાણવાળા ફોટા ઈન્ટાગ્રામ અને ફેસબુક ઉપર ડીપી મુકી સોશીયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં આ સંબંધ યુવતી દ્વારા સુભાષભાઈ રાજુભાઈ ડામોર વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...