25 મેના રોજ ટનેશનલ મિસીંગ ચિલ્ડ્ન્સ ડેટ મનાવવામાં આવે છે.ત્યારે દાહોદની બાળ કલ્યાણ સમિતિમાં રખાયેલા બે બાળકોની રસપ્રદ અને હ્રદયસ્પર્શી વાત જાણવા મળી.જેમાં એક બાળકના માતાપિતા તે પુખ્ત થઇ ગયો ત્યાં સુધી મળી શક્યા નથી.જ્યારે એક બાળકનું મોસાળ મળી આવ્યુ છે પરંતુ આ બાળકની માતા પણ ગુમશુદા હોવાને કારણે તેના મોસાળિયા પણ તેને સ્વીકારવા લગીરે તૈયાર નથી ત્યારે આવા બાળકો આજે ચિલડ્રન હોમમાં રહીને પોતાનું ભવિષ્ય ઘડતર સરકારી યોજનાઓના સહારે કરી રહ્યા છે.
ભારતીય સંસ્કૃત્તિમાં પ્રાચીન કહેવત છે કે, છોરું કછોરુ થાય પરંતુ માવતર કમાવતર ન થાય.ત્યારે આ કહેવતથી વિપરીત કિસ્સા આજે દાહોદની બાળ કલ્યાણ સમિતિના ચિલ્ડ્રન હોમમાંથી નેશનલ મિસીંગ ચિલ્ડ્રન ડે નિમિત્તે જાણવા મળ્યા છે.જેમાં એક બાળકને તેના માતા પિતા ક્યાંક છોડીને ચાલી ગયા હતા.તેને પહેલાં વડોદરાના ડોન બોસ્કો ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ થોડી શોધખોળ કરતાં તે બાળક દાહોદ જિલ્લાનો હોવાની જાણકારી મળી હતી.જેથી આ બાળકને દાહોદના ચિલ્ડ્રન હોમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર સોની સહિત સમગ્ર ટીમે દાહોદ જિલ્લો ખુંદવાનો શરુ કર્યો હતો.છેવટે બાળકના માતા પિતાતો ન મળ્યા પરંતુ બાળકનુ મોસાળ દાહોદ જિલ્લામાં ક્યાં છે તેનું સરમાનું મળી આવ્યુ હતુ.જેથી આખીયે ટીમ બાળક સહિત તેના મોસાળમાં પહોંચી હતી પરંતુ બાળકની નાનીમા (માતાની માતા)એ સ્પષ્ટ જણાવ્યુ કે મારી છોકરીને પહેલાં લાવો તો જ આ બાળકને સ્વીકારું,હું કેવી રીતે માની લઉં કે આ મારી છોકરીનો છોકરો છે.આ જવાબ સાંભળતાની સાથે તમામના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.કચેરીમાંથી જ જાણવા મળ્યા પ્રમાણે આ બાળકના પિતા તો ન હતા પરંતુ માતા કોએ અન્ય વ્યકિત સાથે લગ્ન કરીને જતી રહી હોવાથી બાળક છતી માતાએ અનાથ થઇ ગયુ છે.આમ બાળકના માતા પિતા પણ મિસીંગ છે ત્યારે હાલ આ બાળક ચિલ્ડ્રન હોમમાં જ રહીને અભ્યાસ કરી રહ્યો છે.
તેવી જ રીતે એક બાળકના માતા પિતા કોઇ એક સર્કસમાં કામ કરતા હતા.તે કોઇક ઠેકાણે તેના બાળકને મુકીને જતા રહ્યા હતા.જેથી આ બાળકને ગોધરા ચિલ્ડ્રન હોમ સૌ પ્રથમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને દાહોદના ચિલ્ડ્રન હોમમાં ટ્રાન્સફર કરી દેવાયો હતો. જે તે વખતના બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સ્નેહલભાઇ ધરીયા અને હાલના ચેરમેન નરેન્દ્રભાઇ સોનીએ જ્યાં જ્યાં સર્કસ હોવાની જાણકારી મળી ત્યાં ત્યાં જઇને તપાસ કરવા છતાં પણ તેના માતા પિતા ન મળી શક્યા .છેવટે આ બાળક પુખ્ય થવા લાગ્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષની હોવા પર શંકા ઉભી થતાં તેનુ મેડીકલ ચેકઅપ કરાવી તેને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યુ.ત્યાર બાદ તેણે ધોરણ 10 પાસ કર્યુ અને તેને રાજકોટ ચિલ્ડ્રન હોમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.જ્યાં તેણે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યા બાદ એચએસસી પરીક્ષા પાસ કર્યા બાદ હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.તેની સાથે તે આત્મ નિર્ભર બનવાની દિશામાં પણ જઇ રહ્યો છે.કારણ કે તે સાથે નોકરી પણ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.