• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod's Chhapri Village, A Government Bus, Which Was Under The Control Of The Prime Minister, Accidentally Plunged Into A Deep Pit And Rescued A Clever Man.

અકસ્માત:દાહોદના છાપરી ગામે વડાપ્રધાનના બંદોબસ્તમાં આવેલી પોલીસની સરકારી બસ અકસ્માતે ઊંડા ખાડામાં ખાબકી, ચાલાકનો આબાદ બચાવ

દાહોદએક મહિનો પહેલા
  • રસ્તામાં બાઈક તેમજ ગાય આડે આવી જતાં બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો

દાહોદ તાલુકાના છાપરી ગામે વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં આવેલી પોલીસની સરકારી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ બેથી અઢી ફૂટ ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે.

આગામી 20મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવાના હોય પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત માટે જિલ્લા બહારથી પણ પોલીસ બોલાવવાની ફરજ પડી છે. જેમાં અમદાવાદ પોલીસ પણ વડાપ્રધાનના બંદોબસ્તમાં આવી હોવાથી તેઓનો ઉતારો દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલી સ્કૂલમાં આપ્યો હતો. જેમાં આજરોજ અમદાવાદ પોલીસની સરકારી બસના ચાલક જમાલી સ્કુલથી દાહોદ તરફ આવી રહ્યો હતો. તે સમયે રસ્તામાં એક બાઈક તેમજ ગાય આડે આવી જતાં બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જોકે, આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા દાહોદ ગ્રામ્ય પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...