• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod's Bamroli, A Distant Massa Cut Off The Head Of His Beloved Sister in law With A Knife And Dismembered Her Torso.

હત્યા:દાહોદના બામરોલીમાં દૂરના માસાએ પ્રેમિકા ભાણીનું માથું છરાથી કાપી ધડથી જુદુ કરી નાખ્યું

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામના જંગલમાંથી માથુ ધડથી જુદુ કરીને ઘાતકી હત્યા કરી દેવાના પ્રકરણમાં પ્રણય ત્રિકોણ સામે આવ્યો છે. આ ઘાતકી હત્યા યુવતીના પ્રેમી એવા ભૂતકાળમાં વ્યવસાયે કસાઇ એવા કુટુંબી માસાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતી અન્ય યુવક સાથે પણ સબંધ રાખતી હતી તે પ્રેમી એવા માસાને પસંદ ન હોવાથી જંગલમાં તેનું માથુ ધડથી જુદુ કરી નાખ્યુ હતું. પોલીસે પ્રેમી માસાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા પ્રેમીને કારણે છાશવારે તકરાર થતી હતી
દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામની વતની અને મામાના ઘરે સરસિયામાં રહેતી યુવતીની આંખ વાવ લવારિયા ગામે રહેતાં તેના કુટુંબી માસા જેન્તીભાઇ છત્રસિંહ રાઠવા સાથે એક વર્ષ પહેલાં મળી હતી. ચાર સંતાનોનો પિતા એવા જેન્તીભાઇના બે સંતાનોના તો લગ્ન પણ થઇ ગયા છે. થોડા સમય પહેલાં કસાઇનું કામકરતાં જેન્તીએ ઇકો ગાડી લેતાં તે હાલ ડ્રાઇવર તરીકેનું કામ કરે છે. જેન્તી સાથે પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો ત્યાં યુવતીને અન્ય એક યુવક સાથે પણ પ્રેમસંબંધ બંધાયો હતો. આ વાતની જાણ થતાં જેન્તી અવાર-નવાર ઠપકો આપીને ઝઘડા પણ કરતો હતો.

બીજો પ્રેમી કણાની જેમ ખૂંચયો ને પ્રેમિકાનું કાસળ કાઢી નાખ્યુ
6 સપ્ટેમ્બરના રોજ જેન્તીએ યુવતીને મળવા માટે બોલાવી હતી. પોતાની ઇકો ગાડીમાં બેસાડીને જેન્તી યુવતીને બામરોલી ગામના કોપ વાળી જંગલમાં લઇ ગયો હતો. ત્યાં બંને વચ્ચે યુવતીના બીજા પ્રેમીને લઇને બબાલ થઇ હતી.ત્યારે ગુનાઇત કાવતરાના ભાગ રૂપે પોતાની સાથે લાવેલા મોટા છરાથી જેન્તીએ યુવતીનું માથુ ધડથી જુદુ કરીને તેને એક તરફ હડસેલીને ફરાર થઇ ગયો હતો. એસ.પી બલરામ મીણા અને ડીવાયએસપી આર.બી દેવધાના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ એમ.એફ ડામોર, એન.એન પરમાર, એસઓજી પીઆઇ ડી.ડી પઢીયાર, પીએસઆઇ બી.એ પરમાર સાગટાળા પીએસઆઇ એન.જે પંચાલ સહિતની ટીમે તલસ્પર્શી તપાસ બાદ જેન્તીને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

ચાર બાળકોનો પિતા,બે બાળકોને પરણાવી દીધા
જેન્તી પરિણીત છે અને ચાર બાળકોનો પિતા છે.ચારમાંથી બે બાળકોને તો પરણાવી દીધા છે. હરયો ભર્યો પરિવાર છે છતાં દૂરની ભાણીના પ્રેમમા પાગલ અથવા તો વાસનામાં અંધ માસાએ યુવાન ભાણીને રહેંસી નાખતા હવે તેનો પરિવાર પણ મુશકેલીમા મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...