પ્રેમ સંબંધે વેવાણનો જીવ લીધો:દાહોદના આગાવાડામાં પ્રેમી વેવાઈએ વેવાણની હત્યા કરી, ઘરે બોલાવી ગળે ટૂંપો દઈને કાસળ કાઢી નાખ્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેવાઈને વેવાણ સાથે પ્રેમ સંબંધ હતો, મહિલા વિધવા હોવાથી આર્થિક મદદ પણ કરતો વેવાણ વેવાઈના ઘરે તેની સાથે ઘર માંડવાનું કહીને નીકળ્યા બાદ તેણીની લાશ મળી ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ડુંગર વિસ્તારમાંથી એક મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. જેમાં મહિલાને તેના વેવાઈ સાથે પ્રેમ સંબંધ હોઈ અને મહિલાને તેના વેવાઈ પ્રેમી દ્વારા ઘરે બોલાવી મહિલાને માર મારી ગળાના ભાગે કપડાથી ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે પોલીસે પ્રેમી વેવાઈની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

તારીખ 4 એપ્રિલના રોજ દાહોદ તાલુકાના આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતાં લીલાબેન ગોરચંદભાઈ માલીવાડની કોહવાઈ ગયેલી લાશ બોરીયાળા ગામ નજીકના ડુંગર વિસ્તારમાંથી મળી આવી હતી. આ મામલે પ્રથમ તબક્કે પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં સઘળી હકીકત બહાર આવતાં સૌ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જેમાં આગાવાડા ગામે મોટા ફળિયામાં રહેતાં હિમ્મતભાઈ મેરાભાઈ કટારાને તેમની વેવાણ લીલાબેન ગોરચંદભાઈ માલીવાડ સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. લીલાના પતિ આ પહેલા કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. તેથી વેવાઈ તેમની વેવાણને આર્થિક તેમજ ખેતીવાડીમાં પણ મદદ કરતો હતો.

વેવાણની હત્યા કરનાર વેવાઈ હિંમત
વેવાણની હત્યા કરનાર વેવાઈ હિંમત

તેવામાં ગત તા. 4 એપ્રિલના રોજ હિમ્મતભાઈએ ઘરે બોલાવતાં લીલાબેને તેમના ઘરે જઈને પરિવારજનોને જણાવ્યું હતું કે મને હિમ્મતે બોલાવી છે અને તેની સાથે મારે ઘર કરવાનું છે. જેથી આમ ન કરવા પરિવારજનોએ તેમને સમજાવ્યા છતા ન માનતા લીલાબેનના પુત્રોને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એકાએક જ લીલાબેનનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. જેથી તપાસ કરવા છતાં તેમની ભાળ મળી ન હતી. ત્યારબાદ આ લાશ મળતાં તે લીલાબેનની હોવાનું પુરવાર થયું હતું. જેનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી જતાં લીલાબેનની કમરના ભાગે ગડદાપાટ્ટુનો માર માર મારી ગળાના ભાગે કપડાથી ટુંપો દઈ તેમને મોતને ઘાટ ઉતારી દીધાં હોવાનો પર્દાફાશ થયો છે.

સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાતાં પરિવાજનોમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતાં જોગડાભાઈ રૂમાલભાઈ માલીવાડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક લીલાબેન 7 સંતાનની માતા છે
મૃતક લીલાબેનની ઉંમર 47 વર્ષ છે અને તેમને વસ્તારમાં 7 સંતાનો છે. છોકરી અનુબેનના લગ્ર આગાવાડા ગામમાં જ ફળિયામાં રહેતા કાંતિભાઇ હિંમતભાઇ કટારાની સાથે થયા છે. લીલાબેનના પતિ ગોરચંદભાઇનું કાલોલની કંપનીમાં મોત થયા બાદ તે ઘરે આવી ગયા હતાં. વિવિધ ગામોમાં સાથે મજૂરી કરતાં હોવાથી હિંમતભાઇ સાથેનો સંપર્ક પ્રેમમાં પરિણમ્યો હતો.

ચણાની થેલી અને નવા લાલ ચંપલથી ઓળખાયા
​​​​​​​ચોથી તારીખે લીલાબેન હાથમાં એક કપડાંની થેલી જેમાં ચણા હતા અને તે જ થેલીમાં બીજી થેલીઓ જેમાં કપડાં તથા તેમના નવા લાલ ચંપલ લઇ દિયર જોગડાભાઇના ઘરે ગયા હતાં. ત્યાં ચાહ પીધા બાદ વેવાઇ હિંમત સાથે પ્રેમ કરે છે અને હિંમતે ફોન કરીને તેની સાથે ઘર કરવા દાહોદ બોલાવી હોવાનું કહી નીકળી હતી. દિયર અને દેરાણીએ સમજાવ્યા છતાં લીલાબેન માન્યા ન હતા અને ઘરેથી નીકળી ગયા હતાં. સામે વેવાઇ હોવાથી વાત ઘરમાં જ રાખી હતી. કોહવાઇ ગયેલી લાશ પાસે ચણાની થેલી અને ચંપલથી લીલાબેનની ઓળખ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...