ગૌહત્યા:​​​​​​​દાહોદના કસ્બામાં એક શખ્સે ગૌવંશની હત્યા કરી, પોલીસે દરોડો પાડી 15 હજારનુ ગૌમાંસ જપ્ત કર્યુ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો

દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે એક ઈસમે ગૌવંશનું કતલ કર્યું હતું. જોકે, બાતમીના આધારે રેડ કરીને પોલીસે ગૌમાંસ જપ્ત કર્યુ હતુ. આ ઘટનામાં આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો છે.

દાહોદ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ કસ્બા વિસ્તારમાં રહેતાં આવેશ અઝીઝ શેખના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસને જોઈ આવેશ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ગૌવંશનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આવેશે પોતાના આર્થિક લાભ મેળવવા સારૂં ગૌવંશનું ક્રુરતા પુર્વક કતલ કરી આશરે 10 કિ.ગ્રા. કિંમત રૂા. 15 હજારના ગૌવંશની હત્યા કરતાં દાહોદ શહેર પોલીસે આવેશ અઝીઝભાઈ શેખ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...