હુમલો:દાહોદમાં ઉસરવાણની વ્યક્તિનું અદાવતે પાઇપ મારી માથું ફોડ્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાપરીના બે યુવકોએ મારામારીની અદાવત રાખી હુમલો કર્યો
  • તંુ કોઇ પણ હોસ્પિટલમાં હોય તને ઉંચકી જઇને પગ કાપી નાખીશુંની ધમકી

દાહોદ આવેલા ઉસરવાણના વ્યક્તિ સાથે મારામારીની અદાવત રાખી બે હુમલાખોરોએ પાઇપ મારી માથુ ફોડી ઘાયલ કરી તેમજ તુ કોઇ પણ હોસ્પિટલમાં દાખલ હોય તને ઉચકી જઇને તારા પગ કાપી નાખીશુની ફોન પર ધમકી આપી હતી. ઉસરવાણના ભાવેશ માવી ગુરૂવારે સવારે બાઇક લઇને દાહોદ કામ અર્થે ગયા હતા. ત્યારે છાપરીના બાબુ હઠિલા તથા શૈલેષ નિનામાએ મારામારીની અદાવતે ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ બાબુભાઇએ લોખંડની પાઇપ મારી ભાવેશભાઇનું માથામાં ઇજા કરી લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઇજાગ્રસ્તને સારવાર માટે દાહોદ દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હુમલાખોર શૈલેષ કાળુ નિનામાએ ઇજાગ્રસ્ત ભાવેશભાઇને ફોન કરી તુ કોઇ પણ હોસ્ટિલમાં દાખલ હોય ત્યાંથી તને ઉચકી લઇ જઇને તારા પગ કાપી નાખીસુ તેવી ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ઇજાગ્રસ્ત ભાવેશભાઇની પત્ની નંદનીબેન માવીએ છાપરીના બે હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...