વિરોધ:​​​​​​​દાહોદમાં એસટી કર્મચારીઓએ માગણીઓના સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો સરકાર માગણીઓ નહી સ્વીકારે તો 10 ઓક્ટોબરથી બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી

દાહોદમાં આવેલા એસ.ટી. ડેપો ખાતે એસ.ટી.ના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણી સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરી સરકારના વિરોધમાં ઉતર્યાં હતાં. લાંબા સમયથી સ્થગિત એસ.ટી. વિભાગના કર્મચારીઓને માંગણી ન સંતોષાતા આ કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને ટુંક સમયમાં પોતાની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

દાહોદ એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતાં ડ્રાઈવરો, કંડક્ટરો સહિત અને કર્મચારીઓ દાહોદ બસ સ્ટેશન ખાતે એકઠા થયાં હતાં. જ્યાં હાથમાં કાળી પટ્ટા ધારણ કરી પોતાની વિવિધ માંગણી સંદર્ભે ભારે વિરોધ દર્શાવ્યો હતો અને સુત્રોચ્ચારો પણ કર્યા હતાં.

એસ.ટી. વિભાગના કર્મચારીઓના પાસેથી જાણવા મળ્યાં અનુસાર, પોતાની વિવિધ પડતર માંગણીઓ જેવી કે, ડ્રાઈવર, કંડક્ટરના સાતમા પેની અંદર જે વિસંગતતાઓ છે તે દુર કરવામાં આવે અને ગ્રે પેડમાં સુધારા કરવા, મોંઘવારી ભથ્થું જે રાજ્ય સરકાર દ્વારા અન્ય કર્મચારીઓને ફાળવણી કરીને એસ.ટી. વિભાગના કર્મચારીઓ સાથે અન્યાય કર્યાેં હોવાનું જણાવ્યું હતું.

કર્મચારીઓને એરીયર્સ મળે, 16 ટકા ડેએની મુખ્ય માંગણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર, કંડક્ટરોને સુવિધા બાબતની પણ વિવિધ માંગણીઓ છે. ભરતી અંગેની પણ માંગણીનો સમાવેશ છે. આમ, વિવિધ 18 જેટલી માંગણીઓ એસ.ટી. વિભાગના કર્મચારીઓને છે જે આજદિન સુધી સરકાર દ્વારા પુરી ન કરાતાં દાહોદના એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા દાહોદ બસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રજુઆત કરી હતી, જો માંગણીઓ પુરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 8 ઓક્ટોબર થી એસ.ટી.ના તમામ પૈંડા થંભી જશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...