ટ્રાફિક જામ:દાહોદમાં દિવાળીને પગલે ખરીદી માટે લોકોની ભીડ જામી, ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

દાહોદએક મહિનો પહેલા
  • શહેરના તમામ માર્ગો પર ચાલવાની પણ જગ્યા ન રહેતા હાલાકી

દાહોદ શહેરના બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ખાસ કરીને દાહોદ જિલ્લામાંથી અન્યત્ર મજૂરીકામ અર્થે જતા શ્રમિકો પરત માદરે વતન કરી રહ્યા છે જેને પગલે દાહોદ બસ સ્ટેશન રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે પણ ભારે અવરજવરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

હાલ દિવાળી જેવા તહેવાર ટાણે ખાસ કરીને દાહોદ શહેરમાં ખરીદી માટે આસપાસના ગ્રામજનો સહિત ગ્રામીણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત આજરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં વાહનચાલકો તેમજ રાહદારીઓનેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યોને પગલે વાહનચાલકો તેમજ રાહદારીઓને તેમજ સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રાફિક સમસ્યા દાહોદ શહેરમાંથી હળવી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ સીટી અંતર્ગત અનેક કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તહેવાર ટાણે ટ્રાફિક જામનાને પગલે લોકોમાં એક પ્રકારનો છૂપો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...