• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, MP's Father And Former BJP Leader Was Embraced By Prime Minister Modi, Reminisced About The Past And Interacted With Voters.

સંસ્મરણો તાજા કર્યા:દાહોદમાં સાંસદના પિતા અને ભાજપાના પૂર્વ નેતાને વડાપ્રધાન મોદી હર્ષ ભેર ભેટી પડ્યા, ભુતકાળના સંસમણો વાગોળી મતદારો સાથે સંવાદ કર્યો

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ફરીથી તેમના દાહોદ જિલ્લા સાથેના સંસ્મણો વાગોળ્યા હતા. તેની સાથે તેમણે દાહોદ જિલ્લામાં કરેલા વિકાસ કાર્યોને પણ યાદ કર્યા હતા. શ્રોતાઓ સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ભાજપને જ મત આપવાની બાંહેધરી પણ લીધી હતી. જૂના મહાનુભાવોને ઉમંગભેર ભેટી પડતાં લાગણીસભર વાતાવરણ સર્જાયુ હતું. દાહોદમાં સાંસદના પિતા અને ભાજપાના પૂર્વ નેતાને વડાપ્રધાન મોદી હર્ષ ભેર ભેટી પડ્યા હતા.
જનમેદની જોઈને મોદી હળવા મૂડમા આવી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તારીખ 23 નવેમ્બરના રોજ સભામાં નિયત સમયે આવી પહોંચ્યા હતા. લોકોએ મોદી મોદીના નારા લગાવ્યાં હતા. તેમજ ભારત માતાના જયકારા સાથે તેમનું સ્વાગત કર્યુ હતું. જનમેદની જોઇને મોદી હળવા મૂડમાં આવી ગયા હતા અને તેઓએ સરળ ભાષામાં ઉદ્દબોધન કર્યુ હતું. તેઓએ ભારત માતાની જય બોલાવીને પોતાનું પ્રવચન શરુ કર્યુ હતું.

​​​​​​​ગામોના નામ લઈ મોદીએ પોતીકાપણુ બતાવ્યું
જ્યારે તેઓ ફક્ત સંઘના પ્રચારક હતા ત્યારે દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવતા હતા અને ઘણાં લોકોના ઘરે પણ રોકાતા હતા. આ વાત તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જ્યારે દાહોદ આવતા ત્યારે વાગોળી ચુક્યા છે. મોદી આ વિસ્તારથી પરિચિત હોવાથી આ વખતે પણ જુદા જુદા ગામોના નામ સાથે તેમણે જૂની વાતો યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં સાયકલ પર ફરતા હતા અને સ્થાનિકોના ઘરે રોકાતા હતા
​​​​​​​મોદીના કપડા સિવનારના પુત્રે જાકીટ ભેટ આપ્યુ
દાહોદમાં આવેલા સંગમ ટેલરને ત્યાં મોદી જે તે વખતે કપડાં સીવડાવતા હતા તે વાત વર્ષોથી દાહોદવાસીઓ જાણે છે. મોદીએ પણ આ બાબત દાહોદમાં કેટલીયે વખત મંચ પરથી કહી બતાવી છે. ત્યારે આજે આ ટેલરના પુત્રએ તેમને જાકીટ ભેટમાં આપ્યું હોવાનું જણાવી મોદીએ ફરીથી જૂની યાદો તાજી કરી હતી. પરેલના સંસ્મરણો પણ તેમણે તાજા કર્યા હતા ત્યારે ફરીથી એક વાર દાહોદવાસીઓને પોતીકાપણાની અનૂભુતિ કરાવી હતી. દાહોદવાસીઓએ મોદી મોદીના નારા લગાવ્યાં હતા.
​​​​​​​જશવંતસિંહ સાથે મંચ પર પણ ચર્ચા કરી
નરેન્દ્ર મોદી સભા પહેલા અને સભા પછી નિયત નેતાઓને મળ્યા હતા. તેઓ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પિતા સુમનભાઇ ભાભોરને મળ્યા ત્યારે તેમને ભેટી પડ્યા હતા. તેવી જ રીતે દાહોદ બેઠકના ભાજપાના સર્વ પ્રથમ ધારાસભ્ય તેરસિંહ ડામોરને મળ્યા ત્યારે તેમને પણ ભેટી પડ્યા હતા. મોદીએ મંચ પર પણ હળવા સહજ રીતે ચર્ચા વિચારણા કરી હતી. તેઓ જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયાર અને મહામંત્રીઓ તેમજ ઉમેદવારો સાથે પણ વાતચીત કરી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે મંચ પર કેટલીક ચર્ચાઓ કરતા નજરે પડયા હતા.
​​​​​​​વિકાસની વાતો કરી ત્રણ બાંહેધરી લીધી
પરેલમાં હાલમાં જ જાહેર કરેલી 20 હજાર કરોડની યોજના, દાહોદની ઇજનેરી કોલેજ,કડાણા યોજના, નલ સે જ લની યોજના કિસાન સમ્નાન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના પણ યાદ કરી હતી. તેઓએ શ્રોતાઓને ત્રણ સંકલ્પ લેવડાવ્યાં હતા. પ્રથમ સંકલ્પ મત આપવા જવાનો લેવડાવ્યો હતો. જ્યારે બીજી બાંહેધરી તેમણે કમળને જ મત આપવાની લીધી હતી. જ્યારે ત્રીજો વાયદો પણ તેમણે કરાવ્યો હતો. જેમાં મોદીએ કહ્યુ હતું કે, જ્યારે તમે પ્રચારમાં ઘેર ઘેર જાવ ત્યારે દરેક ઘેરે વડીલોને કહેજો કે નરેન્દ્ર મોદી આવ્યાં હતા અને તેઓએ તેમને પ્રણામ કીધા છે.

અન્ય સમાચારો પણ છે...