કાર્યવાહી:દાહોદ જિ.માં બે વેપારી તેમજ સુરતના ઉત્પાદકને દંડ ફટકાર્યો

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દે.બારિયાના પાર્લરનું ઘી નીચી ગુણવત્તાનું હોઇ 30 હજારનો દંડ
  • ​​​​​​​નીચી ગુણવત્તાની ખાદ્યવસ્તુઓનું વેચાણ કરતાં કાર્યવાહી

દાહોદનાં દેવગઢ બારિયા તાલુકામાં મહાદેવ ડેરી એન્ડ આઇસ્ક્રીમ પાર્લર પરથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફિસર પી.એચ. સોલંકીએ ઘીનો નમૂનો પૃથક્કરણ માટે લીધો હતો. આ ઘીનો નમૂનો નીચી ગુણવત્તાનો હોય ચકાસણીમાં અખાદ્ય જણાયો હતો.

આ ઉપરાંત દાહોદ નગરપાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર પી.આર.નાગરાવાલાએ દરજી સો.માં આવેલી ખુશી નમકીનમાંથી ગીરીરાજ કેળાની વેફર્સ પેકેટનો નમૂનો પૃથક્કરણ માટે લીધો હતો. તે પણ મીસબ્રાન્ડેડ-અખાદ્ય જણાયો હતો. આ બંને કેસની ગંભીરતા જોતા નિવાસી અધિક કલેક્ટરે મહાદેવ ડેરી અને આઇસ્ક્રીમ પાર્લરને રૂ.30 હજાર અને ખુશી નમકીનને રૂ. 5000 તેમજ કામરેજની કેળા વેફર્સનું ઉત્પાદન કરતી ગીરીરાજ વેફર્સને રૂ.30 હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...