તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે કોરોનાના માત્ર બે કેસ, એક પણ મોત નહી

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 11 દર્દી સ્વસ્થ થયા તથા એક્ટીવ કેસ ફક્ત 47

દાહોદ જિલ્લામાં આજે કોરોનાના માત્ર બે કેસ પોઝિટિવ નોંધાયા છે. મૃત્યુઆંક પણ આજે શૂન્ય નોંધાયો છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7104 ને પાર કરી ગયો છે.

આજે બે કોરોનાના કેસ સંજેલીમાંથી સામે આવ્યા
આર.ટી.સી.આર.ના 2446 પૈકી શૂન્ય અને રેપિડ ટેસ્ટના 455 પૈકી 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બે કેસ સંજેલીમાંથી સામે આવ્યા છે. આજે પણ કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય છે. ત્યારે બીજી તરફ કોરોનાના કેસો દાહોદ જિલ્લામાં ઘટતા લોકોએ ઘણી રાહત અનુભવી છે. દર રવિવારે દાહોદ શહેરમાં સંલગ્ન તંત્ર દ્વારા સેનેટાઈઝર છાંટવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી 338 લોકો પોતાનો જીવ ગુમાવ્યો
આજે વધુ 11 દર્દીઓ કોરોનાથી સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોના એક્ટિવ કેસો 47 રહ્યાં છે. કોરોનાથી અત્યાર સુધી 338 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દાહોદ શહેરની સરકારી હોસ્પિટલ સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના કેસ હવે જોવા મળતા નથી. અગાઉ એપ્રિલ માસ દરમિયાન કોરોનાનો રાફડો ફાટ્યો હતો. ત્યારે કોરોનાના દર્દીઓ તેમજ તેમના સ્વજનો એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ દોડધામ કરતા પણ નજરે પડી રહ્યાં હતા. ત્યારે એકાએક કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્ર સમેત જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...