કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં મંગળવારે પણ વધુ ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ. દાહોદ જિલ્લામાં મંગળવારે પણ વધુ ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં ધીમે-ધીમે કોરોનાનો કોપ વધી રહ્યો છે. ત્યારે દાહોદ શહેર, લીમડી અને દેવગઢ બારિયા તાલુકામાં ત્રણ વ્યક્તિ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરમાં એક માસ પહેલાં કુવૈતથી આવેલા યુવકને પરત જવાનું હતું. જેથી તેણે પોતાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. આ 18 વર્ષિય યુવક પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે ઝાલોદ તાલુકાના લીમડીનો યુવક ગાંધીનગર અભ્યાસ કરતો હતો. તેનો રૂમપાર્ટનર પોઝિટિવ આવ્યો હતો.

આ યુવકની પણ સામાન્ય તબિયત ખરાબ થઇ હતી. જેથી તે પ્રાઇવેટ ગાડી કરીને સીધો ઝાયડસ હોસ્પિટલ ધસી ગયો હતો. ટેસ્ટ કરાવતાં આ યુવક પણ પણ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. દેવગઢ બારિયા તાલુકામાં પણ એક વ્યક્તિ પોઝિટિવ આવી હતી. જોકે, તેની વધુ વિગત જાણવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...