તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ:દાહોદ જિ.માં ધો.6થી 8માં બીજા દિવસે છાત્રોની હાજરીમાં 18.21 ટકાનો વધારો

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21.40થી 39.61% હાજરી નોંધાઇ : એકાએક વધારાથી શિક્ષકોમાં પણ ઉત્સાહ

દાહોદ જિલ્લામાં દોઢ વર્ષ બાદ ધોરણ 6થી 8ની શાળાઓ ગુરુવારથી શરૂ કરી હતી. ત્યારે પ્રથમ દિવસે શાળાઓમાં પાંખી હાજરી નોંધાઇ હતી. લાંબા સમયથી ઘરે બેસીને ઓનલાઇન કે શેરી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ કંટાળ્યા હતાં. શાળા ખુલતા સાથે જ દાહોદ જિલ્લામાં બીજા જ દિવસે સમંતિ પત્રો સાથે 39 ટકા વિદ્યાર્થીઓ શાળાએ ધસી ગયા હતાં. બીજા જ દિવસે ભણવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 18.21 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે ગુરુવારથી ધોરણ 6થી 8ની શાળાઓનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે દાહોદ જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ 6થી 8ના 41693 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતાં. વિદ્યાર્થીઓની હાજરી 21.40 ટકા નોંધાઇ હતી.ત્યારે શુક્રવારે આ સંખ્યા વધીને 47587 થઇ ગઇ હતી. જેની ટકાવારી 39.61 રહી હતી. ગુરુવારના રોજ આવેલા વિદ્યાર્થીઓની ટકાવારી કરતાં શુક્રવારની ટકાવારીમાં 18.21નો વધારો જોવા મળ્યો હતો.વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શુક્રવારની હાજરી

તાલુકોહાજરગે.હાજર
દે.બારિયા64067171
ઝાલોદ921313305
દાહોદ997414495
સંજેલી13664270
ફતેપુરા56926084
ગરબાડા39496649
ધાનપુર36284720
લીમખેડા37285653
સીંગવડ20362672
અન્ય સમાચારો પણ છે...